તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની બેવડી નીતિ:રાજકોટમાં ભાજપના વિજય સરઘસે શહેરને બાનમાં લીધું, ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પરેશાન

રાજકોટ6 દિવસ પહેલા
  • મુખ્ય માર્ગો પરથી વિજય સરઘસ નીકળતાં નગરજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો
  • જીપમાં શહેર ભાજપના નેતાઓ અને પાછળ મોટી સંખ્યામાં બાઇક લઈ કાર્યકર્તાઓ જોડાયા હતા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 18 માંથી 17 વોર્ડ પર વિજય મેળવીને રાજકોટમાં પોતાની સત્તા સ્થાપિત કરી દીધી છે અને પોતાની જીતને વિજય સરઘસ સ્વરૂપે સમગ્ર રાજકોટના મુખ્ય વિસ્તારોમાં કાઢવામાં શરૂ કરી દીધું છે, ભાજપના આ વિજય સરઘસે સમગ્ર રાજકોટ શહેરને બાનમાં લીધું છે, ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પણ પરેશાન થયા છે. જાણે રાજકોટ શહેર જાણે કોરોનામુક્ત થઈ ગયું હોય તેમ પક્ષના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો પ્રજા કરી હતી.

વિજય સરઘસથી શહેરમાં ટ્રાફિક સર્જાયો

રાજકોટમાં અનુક્રમે વોર્ડ નં.1,2,3, 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18માં ભાજપના ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. એ દરમિયાન નગરજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિજય સરઘસ દરમિયાન કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ આ વિજય સરઘસને કારણે ફસાઈ હતી.

એક એમ્બ્યુલન્સ પણ આ વિજય સરઘસને કારણે ફસાઈ હતી.
એક એમ્બ્યુલન્સ પણ આ વિજય સરઘસને કારણે ફસાઈ હતી.

ચૂંટણીપંચના નિયમ પ્રમાણે સરઘસ નીકળવું જોઈએ
આ વિજય સરઘસમાં ખુલ્લી જીપમાં ઉમેદવારો અને ત્યાર બાદ પાછળ અન્ય જીપમાં શહેર ભાજપના નેતાઓ અને તેની પાછળ મોટી સંખ્યામાં બાઇક લઇ કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન નેતાઓ અને કાર્યકર્તાઓ કોવિડ ગાઇડલાઈન્સનો ઉલાળિયો કરી કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.

નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.
નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.

પક્ષ કાયદાનું પાલન ન કરે તો કાર્યવાહી નહીં
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોરોનાકાળમાં અનેક ગાઈડલાઈન્સ જાહેર કરી અને કડકમાં કડક નિયમો બનાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ હસ્તક્ષેપ કરીને સરકાર સામે લાલ આંખ કરી હતી, જોકે આજે ભાજપે ભીડ ભેગી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. પ્રજા માસ્ક ન પહેરે તો દંડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો દંડ અને શુભ પ્રસંગમાં ભીડ ભેગી કરે તો દંડ, પણ પક્ષ આ નિયમોનું પાલન ન કરે તો કોઈ કાર્યવાહી નહીં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો