તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ મનપાના ખર્ચે ભાજપનો પ્રચાર!:ક્યારેક જ છપાતું મેગેઝિન ‘વાઇબ્રન્ટ રાજકોટ’ ચૂંટણી પહેલા પ્રસિદ્ધ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મનપાના આ અંકમાં મુખપૃષ્ઠ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપૂર્ણ કદનો ફોટો મુકાયો છે અને લેઆઉટ ભાજપ સ્ટાઇલમાં કેસરિયો કરાયો છે. - Divya Bhaskar
રાજકોટ મનપાના આ અંકમાં મુખપૃષ્ઠ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપૂર્ણ કદનો ફોટો મુકાયો છે અને લેઆઉટ ભાજપ સ્ટાઇલમાં કેસરિયો કરાયો છે.
 • ભાજપના પદાધિકારીઓએ કરેલા કામોની વાહ વાહ કરતું મેગેઝિન પાછળ 7 લાખનો ખર્ચ કર્યો

રાજકોટ મહાનગરપાલિકા ‘વાઇબ્રન્ટ રાજકોટ’ નામનું મેગેઝિન છે. જે અનિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે. જ્યારે મનપાના અધિકારી કે પદાધિકારીને ઇચ્છા થયા કે પ્રચાર કરવો છે ત્યારે આ મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવે છે. મનપાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે અને આ મેગેઝિન ભાજપનો પ્રચાર કરવા માટે બહાર પાડ્યું હોય તે પ્રકારે મેગેઝિન તૈયાર કરવામાં આવ્યું છે. તેનુ મુખપૃષ્ઠથી લઇ અંદરનું લખાણ પણ આજ પ્રકારે રાખવામાં આવ્યું છે. મનપાએ આ મેગેઝિનના 2800 નકલ પ્રિન્ટ કરાવી છે અને અંદાજે 7 લાખ રૂપિયાનો પ્રિન્ટિંગ ખર્ચ છે.

રાજકોટ મનપાના આ અંકમાં મુખપૃષ્ઠ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપૂર્ણ કદનો ફોટો મુકાયો છે અને લેઆઉટ ભાજપ સ્ટાઇલમાં કેસરિયો કરાયો છે. અંકમાં ભાજપના પદાધિકારીઓએ રસ્તા, ફૂટપાથ સહિતના જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્તના ફોટોગ્રાફસ છે. આ ઉપરાંત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અને પૂર્વ મેયર બિનાબેન આચાર્યના સંપાદકીય લેખ મુકાયા છે. જોકે આ મેગેઝિનમાં કોંગ્રેસના કોર્પોરેટરોના એક પણ ખાતમુહૂર્ત કે અન્ય કાર્યક્રમના ફોટા મુકાયા નથી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓના ફોટોગ્રાફસ સહિતની વિગતો મૂકવામાં આવી છે, પરંતુ આ મેગેઝિનમાં કોંગ્રેસની બાદબાકી કરી દેવામાં આવી છે.

ગ્રીનલેન્ડ ચોકડી, સોરઠિયાવાડી સર્કલે બ્રિજની માત્ર વાતો જ થઇ
વર્ષમાં ક્યારેક ક્યારેક છપાતું મેગેઝીન પ્રસિધ્ધ કરીને મનપાએ જાણે ભાજપનો પ્રચાર શરૂ કરી દીધાનું ચિત્ર ઉપસ્યું છે, બીજી બાજુ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી અને સોરઠિયાવાડી સર્કલ પર ઓવરબ્રિજ બનાવવો, નાનામવા ચોકડી, રામદેવપીર ચોકડી, જડ્ડુસ પાસે, કે.કે.વી. ચોક પર હયાત બ્રિજ ઉપર ઓવરબ્રિજ, ઉમિયા ચોક પર બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા કરી છે, પરંતુ હજુ કામ શરૂ થયા નથી. આ ઉપરાંત ઐતિહાસિક જ્યુબિલી ગાર્ડનનું નવીનીકરણ, હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ, ત્રણ પાર્ટી પ્લોટ, ગાંધી મ્યુઝિયમથી જ્યુબિલી બાગને જોડતો ફૂટ ઓવરબ્રિજ, બજારમાં મહિલાઓ માટે યૂરિનલ, અરવિંદભાઇ મણિયાર હોલનું નવીનીકરણ, શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું નવીનીકરણ, વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ, જે વોર્ડમાં કોમ્યુનિટી હોલ નથી ત્યાં કોમ્યુનિટી હોલ બનાવવા, કોઠારિયામાં ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, સ્પોર્ટસ એક્ટિવિટી સહિતના પ્રોજેક્ટના હજુ કોઈ ઠેકાણા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો