ભાજપ પર આકરા પ્રહારો:ભાજપનો રાષ્ટ્રવાદ કે આતંકવાદ? રાજકોટમાં કોંગ્રેસે લગાવ્યા પોસ્ટર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદયપુર, જમ્મુના આરોપીઓના ખેસ પહેરેલા ફોટા સાથે બેનર મુક્યા

રાજકોટ શહેરના બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારોમાં યૂથ કોંગ્રેસના આગેવાન મયૂર વાંકના નામથી બેનર અને પોસ્ટર લાગ્યા છે જેમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. પોસ્ટરમાં ઉદયપુર અને જમ્મુની ઘટનાઓના આરોપીઓના ફોટા રાખ્યા છે અને તે બંને ભાજપમાં સંકળાયેલા હોવાનું કહી પ્રશ્ન કર્યો છે કે, આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?

સૌથી પહેલા ફોટો ઉદયપુરના આરોપીનો છે જેમાં છરાઓ સાથે તેનો ફોટો છે અને તેમાં લખ્યું છે કે, ‘આ આતંકવાદી રિયાઝ છે’ તેની નીચે બીજો ફોટો મુક્યો છે જેમાં ભાજપના ખેસ પહેરેલા લોકો છે અને તે ફોટા પાસે લખ્યું છે ‘અને ભાજપાનો નેતા છે’

જ્યારે બીજા બે ફોટો જમ્મુની ઘટનાની છે જેમાં પહેલો ફોટો આરોપીનો છે અને તેમાં લખ્યું છે કે, ‘આ આતંકવાદી તાલીબ છે’ બીજા ફોટામાં લખ્યું છે કે ‘અને જમ્મુ બીજેપી આઈટી સેલમાં ચીફ છે’. આ પોસ્ટર વોર અલગ અલગ શહેરોમાંથી હવે રાજકોટમાં પહોંચતા તંત્ર દોડતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...