સભ્યપદની મથામણ:સૌ.યુનિ.માં ભાજપના કોઠારી અને શુક્લએ કરેલ હાઇકોર્ટની પિટિશનમાં 6 જુનની મુદત પડી, પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.ભાવિન કોઠારી અને નેહલ શુક્લની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડો.ભાવિન કોઠારી અને નેહલ શુક્લની ફાઈલ તસવીર
  • સેનેટની ચૂંટણી સમયસર કરવા અથવા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સિન્ડિકેટ સભ્ય પદ યથાવત રાખવા માંગ કરાઇ હતી
  • 18 એપ્રિલ બાદ આજે હાઇકોર્ટમાં મુદત હોવાથી 6 જુનની નવી મુદત આપવામાં આવી
  • 22 મેના રોજ સેનેટ ટર્મ પૂર્ણ થતા 6 સિન્ડિકેટ સભ્યો થશે ઘરભેગા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ નિયત સમયમાં સેનેટ ચૂંટણી જાહેર ન કરતા ભાજપ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યોના પદ જોખમમાં મુકાય રહ્યા છે. રાજ્યપાલને રજુઆત કર્યા બાદ ભાજપના સિન્ડિકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી અને નેહલ શુક્લ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓને સિન્ડિકેટ સભ્ય પદ પર યથાવત રહેવા દેવામાં આવે તેવી માંગ કરી હતી. આ માટે 18 એપ્રિલના રોજ હાઇકોર્ટમાં તારીખ હોવાથી એ સમયે નવી મુદત 28 એપ્રિલ આપવામાં આવી હતી. જેમાં આજે ફરી એક મુદત પડતા હવે 6 જૂનના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.

સેનેટ ચૂંટણી નહી થાય તો સિન્ડિકેટ પદ પણ જશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટની ચૂંટણી ન થતા ભાજપના જ સિન્ડિકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી અને નેહલ શુક્લએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી સમયસર ચૂંટણી કરવા અથવા જ્યાં સુધી ચૂંટણી ન યોજાઇ ત્યાં સુધી તેઓને સિન્ડિકેટ સભ્ય પર યથાવત રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. ગત 18 એપ્રિલના રોજ આ મામલે હાઇકોર્ટમાં મુદત હતી પરંતુ તેમાં પણ કોર્ટ દ્વારા નવી મુદત આપી 28 એપ્રિલ તારીખ આપવામાં આવી હતી જે બાદ આજે મુદત દરમિયાન હાઇકોર્ટ દ્વારા 6 જૂન 2022 ની નવી મુદત આપવામાં આવતા યુનિવર્સિટીમાં પેધી ગયેલા 6 જેટલા સિન્ડિકેટ સભ્યો ઘર ભેગા થવું પડશે કારણ કે 22મે ના રોજ તેઓની સેનેટ ટર્મ પૂર્ણ થઇ રહી છે અને સેનેટ ચૂંટણી ન થતા તેઓના સિન્ડિકેટ પદ પણ છોડવું પડી શકે તેમ છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સિન્ડિકેટ પદ પર યથાવત રાખવા માંગ
ઉલ્લેખનિય છે કે આ અગાઉ 15 દિવસ પહેલા દરમિયાન સિન્ડિકેટ સભ્યો દ્વારા રાજ્યપાલને પત્ર લખી સેનેટની ચૂંટણી સમયસર કરાવવા માંગ કરવામાં આવી હતી જે બાદ હવે આગામી સમયમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યો મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પ્રદેશ પ્રમુખ રજુઆત કરી ચૂંટણી યોજવા અથવા જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી સિન્ડિકેટ પદ પર યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...