• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • BJP's Get together In Rajkot Today In The Presence Of Former CM Rupani And Cabinet Minister Waghani, Senior Names In Power Were Forgotten In The Invitation Card

વિવાદ વચ્ચે મિલન:રાજકોટમાં આજે પૂર્વ CM રૂપાણી અને કેબિનેટ મંત્રી વાઘાણીની હાજરીમાં ભાજપનું સ્નેહમિલન, આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • MP મોકરિયા,સાંસદ કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ જોવા નહીં મળતા ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો
  • ભાજપના બીજા જૂથનું સ્નેહમિલન CR પાટીલની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે યોજાશે

રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનોના સિલસિલા સાથે આંતરિક જુથવાદની ચર્ચાએ જોર પકડયું છે. આજે સાંજે પૂર્વ CM વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાની હાજરીમાં શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાનાર છે. જેમાં સત્તામાં બેઠેલા MP રામભાઈ મોકરિયા,સાંસદ મોહનભાઈ કુંડારિયા અને MLA ગોવિંદભાઈ પટેલનું નામ જોવા નહીં મળતા ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો છે.

MP રામભાઈ મોકરિયા ( ડાબી તરફ) અને MLA ગોવિંદભાઈ પટેલ ( જમણી તરફ)ની ફાઈલ તસવીર
MP રામભાઈ મોકરિયા ( ડાબી તરફ) અને MLA ગોવિંદભાઈ પટેલ ( જમણી તરફ)ની ફાઈલ તસવીર

બે સ્નેહમિલનના કાર્યક્રમો યોજાશે
આશ્ચર્યની વાત એ છે કે તા.20ના ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બીજા સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છતાં તે પહેલા સંગઠનનું સ્નેહમિલન આજે સાંજે 6 વાગ્યે રીંગરોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં યોજી દેવાયું છે. જેમાં મહત્તમ સંખ્યા થાય તેવા પણ પ્રયાસો થઈ રહ્યાનું જાણવા મળે છે. આમ, રૂપાણીનું અને પાટિલનું એમ બે સ્નેહમિલનના કાર્યક્રમો શહેર ભાજપના કાર્યકરો માટે યોજાશે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ફાઈલ તસવીર
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ફાઈલ તસવીર
સાંસદ મોહનભાઈ કુંડારિયાની ફાઈલ તસવીર
સાંસદ મોહનભાઈ કુંડારિયાની ફાઈલ તસવીર

શું લખ્યું છે આમંત્રણ પત્રિકામાં ?
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં તારીખ 15 નવેમ્બર, સોમવારના રોજ અમૃતસાગર પાર્ટી પ્લોટમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલાનના કાર્યક્રમની આમંત્રણ પત્રિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી માન. વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ મહામંત્રીવિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને સંગઠન પ્રભારી ઝવેરીભાઈ ઠકરારની વિશેષ ઉપસ્થિતીમાં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કર્યાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને પગલે સત્તામાં બેઠેલા સિનિયર નામો ભુલાયા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

સત્તામાં બેઠેલા સિનિયર નામો ભુલાયા
સત્તામાં બેઠેલા સિનિયર નામો ભુલાયા

કુંડારીયા અને રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી
રાજકોટમાં 2 મહિનો પહેલા પૂર્વે પણ MP કુંડારિયાને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રાજકોટમાં રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થાય તે પહેલા જ રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય ન ખોલવા મામલે ટોણો માર્યો હતો. તેમજ કુંડારીયાને ખરી ખોટી સંભળાવી હતી. જેને પગલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદીપ ડવ અને રાજ્યસભાના સાંસદ બંને વચ્ચે પડી બંનેને શાંત કર્યા હતા.

માથાકૂટ નહોતી : ગોવિંદભાઇ
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે, દિવાળીના તહેવાર પછી વિજયભાઇને પ્રથમ વખત મળ્યો હતો, તેથી સ્ટેજ પર તેમને દિવાળીની શુભેચ્છા આપવા ગયો હતો, કોઇ માથાકૂટ નહોતી, અને જો માથાકૂટ હોય તો તે સ્ટેજ પર થોડી હોય?, તેવું કહી તેમણે કોઇપણ પ્રકારનો વિવાદ નહીં હોવાનું ઉમેર્યું હતું.