તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતના 6 મહાનગરોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઇ ગયો છે. ઉમેદવારો મત મેળવવા માટે વ્યક્તિગત પ્રચાર તો કરી રહ્યાં છે. પરંતુ હાલ કોવિડની માર્ગદર્શિકાને ધ્યાને લઈને રાજકોટ ભાજપે મત મેળવવા ડીજીટલ પ્રચાર શરૂ કરી દીધો છે. શહેરના 18 વોર્ડદીઠ 18 LED સ્ક્રિનવાળા ડીજીટલ રથ તૈયાર કરવામાં આવ્યા છે.
રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાલક્ષી માહિતી ઓડિયો-વિઝ્યુઅલ સ્વરૂપે રજૂ કરશે
સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમણે ટિકિટ મેળવવા માટે ચોક્કસ માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં ઉમેદવારોએ વધુમાં વધુ લોકોને યોજનાલક્ષી માહિતી પ્રદાન કરી હતી અને તેમને જ ટિકિટ આવી છે. હવે મત મેળવવા રાજકોટ ભાજપ આ જ રણનીતિ અપનાવીને ડીજીટલ પ્રચાર-પ્રસાર અંતર્ગત પ્રત્યેક રથમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની પ્રવર્તમાન યોજનાલક્ષી માહિતીને ઓડિયો-વિઝ્યુઅલ સ્વરૂપે રજૂ કરશે.
ડીજીટલ રથમાં વિકાસના કામોની વિગતવાર યાદી દર્શાવાશે
આ ડીજીટલ રથમાં ભાજપના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામોની યાદી વીડિયો અને ઓડિયો સ્વરૂપે દર્શાવવામાં આવશે. જેમાં નાગરિકોના યોજનાથી થયેલા ફાયદાને દર્શાવતા ઇન્ટરવ્યૂ અને યોજનાનો લાભ કંઈ રીતે લઈ શકાય તેની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં 435 સંવેદનશીલ અને 58 અતિ સંવેદનશીલ મતદાન મથક
રાજકોટ જિલ્લામાં 435 સંવેદનશીલ અને 58 અતિ સંવેદનશીલ મતદાન મથકનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ તાલુકામાં 59, લોધીકામાં 22, પડધરીમાં 27, કોટડાસાંગાણીમાં 23, ગોંડલમાં 15, જેતપુરમાં 69, ગોંડલ નગરપાલિકા હેઠળ 32, ધોરાજીમાં 34, ઉપલેટામનાં 37, જામકંડોરણામાં 30, જસદણમાં 58 અને વીંછિયામાં 39 બુથો સંવેદનશીલ જાહેર થયા છે. જ્યારે અતિ સંવેદનશીલમાં કોટડાસાંગાણી તાલુકામાં 32, જસદણમાં 6, વીંછિયામાં 20નો સમાવેશ થાય છે. આ વખતે બુથ ઉપર સીસીટીવી કેમેરા, વેબ કાસ્ટીંગ નથી અને ઘણા વિસ્તારો રાજકોટ શહેર જિલ્લામાં સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ ગણાય છે. તે જગ્યા પર વધુ પોલીસ ફોર્સ મુકાશે. હજુ કેટલી કંપની આવશે તે નક્કી નથી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.