મંત્રી મહોદયને રાહત:2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ખેસ પહેરી મતદાન કરવાના કેસમાં ભાજપના અરવિંદ રૈયાણીને ક્લિનચીટ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંત્રી અરવિંદ રૈયાણી - ફાઈલ તસવીર - Divya Bhaskar
મંત્રી અરવિંદ રૈયાણી - ફાઈલ તસવીર
  • પુરાવાના અભાવે આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ છુટકારો

રાજકોટના ભાજપના ધારાસભ્ય તેમજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવીંદ રૈયાણી સામે થયેલ આચાર સંહીતા ભંગના કેસમાં તેમનો નિર્દોષ છુટકારો થયો છે. ગત ધારાસભાની ચૂંટણી વખતે તા.9/12/17ના રોજ ઉમેદવાર અરવિંદ રૈયાણી મતદાન કરવા ગયા હતા ત્યારે પાર્ટીનો ખેસ પહેરી મતદાન કર્યાનું હોવાનું ધ્યાનમાં આવતા તેઓની સામે લોક પ્રતીનીધીત્વ ધારા સને 1951ની કલમ - 130 સબંધેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પુરાવાના અભાવે અદાલતે તેમને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

પાર્ટીના ચિન્હવાળો ખેસ પહેરી મતદાન કર્યું
આ કેસની હકીકત એવી છે કે, મંત્રી રૈયાણી સને 2017 માં યોજાયેલ ધારાસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકોટ પૂર્વ - 68 માં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને જે ધારાસભાની ચુંટણી ત.9 /12/17 ના રોજ યોજાયેલ હતી. મંત્રી રૈયાણી મતદાનના દિવસે વહેલી સવારના મતદાન મથકે મતદાન કરવા ગયેલ અને મતદાન મથકે પોતાના ગળામાં પાર્ટીના ચિન્હવાળો ખેસ પહેરીને આવેલ હોય આચાર સંહીતાનો ભંગ કરેલ હોય તે સબંધની ફરીયાદ પ્રિસાઇડીંગ ઓફીસર રમેશ ધોળકીયાએ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં પોલીસે નિયમો મુજબ અરવિંદ રૈયાણીની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી.

તમામ સાહેદોની જુબાની લેવાઈ
અદાલતે લોક પ્રતીનીધીત્વ ધારાની કલમ - 130 મુજબ ચાર્જ ફરમાવેલ, સરકાર પક્ષે 6 સરકારી સાહેદો તથા તપાસનીશ અધીકારીને તપાસેલ તથા દસ્તાવેજ પુરાવા રજુ રાખેલ તેમજ તમામ સાહેદોએ ફરીયાદીના કેસને સમર્થન આપેલ. મંત્રી રૈયાણી તરફે રોકાયેલા એડવોકેટ દ્વારા તમામની વિગતવારની ઉલટતપાસ કરવામાં આવેલ અને દલીલી કરવામાં આવી હતી. તમામ સાહેદોની જુબાની તથા પડેલ પુરાવા તથા દલીલોને ધ્યાનમાં લઈ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, આ ક્રમમાં કલેક્ટર તરફથી ફરીયાદ કરવાની સુચના આપેલ હોય તેવો કોઈ રેકર્ડ રજુ થયેલ નથી

પુરાવાના અભાવે કેસમાં નિર્દોષ છુટકારો
તેમજ ક્યા પક્ષનો, કઈ પાર્ટીનો, કેવા કલરનો ખેસ પહેરેલ હતો તેવી કોઈ હકિકત રેકર્ડ ઉપર આવતી નથી આવો કોઈ ખેસ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ નથી, તેમજ મતદાન મથકે સી.સી.ટી.વી. કેમેરામાંથી કોઈ પુરાવો મેળવી રજુ કરવામાં આવેલ નથી અને મતદાન પૂર્ણ થયા બાદ ફરીયાદ કરવામાં આવેલ છે જે મોડી ફરીયાદ સબંધનો કોઈ ખુલાસો આપવામાં આવેલ નથી.જેથી કોર્ટે મંત્રી અરવિંદ રૈયાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...