તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું ઝનૂન કે પાગલપન:રાજકોટના વોર્ડ નં.1માં ભાજપના કાર્યકરે જીવના જોખમે 50 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર પાર્ટીનો ઝંડો લહેરાવ્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • વીડિયો વાઇરલ થતાં જ લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઊઠ્યા
  • અમે વીડિયો જોયો છે અને તપાસ કરી રહ્યા છીએ- શહેર ભાજપ-પ્રમુખ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસમાં ઝનૂન જોવા મળી રહ્યું છે. બંને પક્ષો દ્વારા રોજ પ્રચારમાં નવા નવા નુસ્ખા કરી રહ્યાં છે. જીત માટે ઉમેદવારો બેબાકળા બન્યા છે. ત્યારે શહેરના વોર્ડ નં.1માં લાખના બંગલા પાસે ભાજપના કાર્યકરનું ચૂંટણીનું ઝનૂન કહેવું કે પાગલપન કહેવું તેવો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ભાજપનો એક કાર્યકર પ્રચાર કરવામાં મોબાઇલ ટાવરને પણ છોડતો નથી. 50 ફૂટ ઉંચા મોબાઇલના ટાવર પર જીવના જોખમે ચડી પાર્ટીનો ઝંડો લગાવતો નજરે પડે છે.

વીડિયો વાઇરલ થતાં લોકોના મનમાં સવાલો ઊઠ્યા
આ વીડિયો વાઇરલ થતા જ લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે. લોકો કહી રહ્યાં છે કે, આ પ્રકારે પ્રચાર કરવાથી ભાજપ શું દેખાડવા માગે છે, સદનસીબે કાર્યકર સહી સલામત રીતે ચડી જાય છે પણ પગ લપસે અને નીચે પડી જાય તો જવાબદારી કોની અને તેના પરિવારનું શું? ચૂંટણી અવશ્ય છે તેમાં મહેનત કરવાની જવાબદારી કાર્યકરોની હોય છે પરંતુ જીવ જોખમમાં મુકાય જાય તે રીતે પ્રચાર ન કરવો જોઇએ.

યુવાન જીવના જોખમે મોબાઇલના ટાવર પર ચડી ગયો.
યુવાન જીવના જોખમે મોબાઇલના ટાવર પર ચડી ગયો.

અમે તપાસ કરી રહ્યાં છીએ- શહેર ભાજપ પ્રમુખ
આ અંગે DivyaBhaskarએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે વીડિયો જોયો છે અને તપાસ કરી રહ્યાં છીએ કે આ કાર્યકર કોણ છે અને તેને કોણે આ રીતે પાર્ટીનો ઝંડો લગાવવાનું કહ્યું છે. તેમજ અન્ય કાર્યકરોને પણ આ રીતે પ્રચાર ન કરવાની સુચના આપી દીધી છે.

કોંગ્રેસના ઉમેદવારો આજે સાઇકલ સાથે પ્રચારમાં નીકળ્યા
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારો આજે સાઇકલ લઈને પ્રચાર કર્યો હતો. બીજી તરફ વોર્ડ નં.3ના ભાજપના ઉમેદાવારો પાર્ટીના ચિન્હન કમળના ફૂલ સાથે પ્રચાર કરવા નીકળ્યાં હતા.

શહેર પ્રમુખ તપાસ કરી રહ્યાં છે.
શહેર પ્રમુખ તપાસ કરી રહ્યાં છે.

રાજકોટ શહેરમાં ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર
રાજકોટ મનપાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ગઢ સમાં રાજકોટના વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર જોવા મળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 3માં આજે ભાજપના ઉમેદવારો હાથમાં કમળ લઇ અને પ્રચારમાં નીકળ્યા હતા. રાજકોટ વોર્ડ નંબર 3માં વર્ષોથી લોકો પંજાને એટલે કે કોંગ્રેસને મત આપી રહ્યા છે અને વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયને આવી રહ્યા છે. માટે આ વખતે ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીએ ખાસ નવી પદ્ધતિ અપનાવી છે. જેમાં તેઓ હાથમાં કમળ લઇ અને લોકોને કમળને મત આપવા અપીલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો