તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયતની ચૂંટણી:જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને ભાજપ આપશે ટિકિટ, જિલ્લા અને તાલુકામાં 7 નામ ફાઈનલ

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતમાં ચેતન પાણ રિપીટ, ઘનશ્યામ ભૂવા અને ભરત ડાભીની શક્યતા
 • ભૂપત બોદર, રંગાણી, ડાભી, કોરડિયા ઉપરાંત કોંગ્રેસમાંથી આવનાર નિલેશ વિરાણીને ટિકિટ

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા છે અને ગુરુવારે યાદી જાહેર કરશે ત્યારે 7 નામ એવા છે જે રાજકોટમાં પંચાયતની ચૂંટણી માટે ફાઈનલ થઈ ગયા છે તેવું જાણવા મળ્યું છે.રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકમાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના બળવાખોરના આગેવાન રહીને ભાજપમાં ભળી ચૂકેલા નિલેશ વિરાણીને સરધારની સીટની ટિકિટ અપાશે. આ બેઠક ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની કસ્તુરબાધામ(ત્રંબા)ની સીટ પર બિનઅનામત છે અને તેમાંથી ભૂપત બોદર ચૂંટણી લડશે.

આ સિવાય સામાન્ય સ્ત્રી જાહેર થયેલી કુવાડવાની બેઠક પર સંજય રંગાણીના પત્ની અથવા તો પરિવારના સ્ત્રી સભ્ય તેમજ આણંદપરની બેઠક પરથી દેવ કોરડિયાના પત્ની અથવા સ્ત્રી સભ્ય ચૂંટણી લડશે. તાલુકા પંચાયતની સીટમાં સરધાર બેઠક પર ચેતન પાણને રિપીટ જ્યારે બેડીની સીટ પર ભરત ડાભીનું નામ આગળ આવ્યું છે. લોધિકાની પારડી સીટ પરથી ઘનશ્યામ ભૂવાને તક અપાય તેવી શક્યતા છે.

જિલ્લા પંચાયત માટે 4 ફોર્મ ભરાયા
જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ઉપાડવાના શરૂ થઈ ગયા છે, પણ એકપણ ફોર્મ જમા થઈને આવ્યા ન હતા. બધુવારે 4 ફોર્મ જમા થયા છે જેમાંથી એક ફોર્મ બસપાનું છે અને તેમણે કસ્તુરબાધામની સીટ પર દાવેદારી નોંધાવી છે.

ભાજપની યાદી પછી નામ જાહેર કરશે કોંગ્રેસ, 3 દાવેદાર નક્કી
કોંગ્રેસમાંથી હાલ અર્જુન ખાટરિયા કોટડાસાંગાણી સીટ, પ્રફુલાબા નરેન્દ્રસિંહ જાડેજા શાપર બેઠક માટે તેમજ કસ્તુરબાધામ સીટ પર પંકજ નસીતનું નામ મોખરે થયું છે. આ સિવાય બધા નામ માટે ગડમથલ ચાલી રહી છે. આખરે એ નિર્ણય લેવાયો છે કે 11 તારીખે રાત્રે એટલે કે ભાજપના નામ જાહેર થયા બાદ કોંગ્રેસ જાહેર કરશે. આ કારણે કોંગ્રેસના ઉમેદવારો પાસે ફોર્મ ભરીને જમા કરવા માટે માત્ર 24 કલાક જ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો