તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરીતિની ફરિયાદ:જસદણના આલણસાગર ડેમમાં સૌની યોજનાની પાઈપલાઈનની કામગીરીમાં ગેરરીતિ, ભાજપ ઉપાધ્યક્ષ બોઘરાની પત્ર લખી CMને રજૂઆત

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડો. બોઘરાએ લેખિતમાં ફરિયાદ કરી છે - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડો. બોઘરાએ લેખિતમાં ફરિયાદ કરી છે
  • સૌની યોજનામાં 15 ડેમ ભ૨વાની યોજનામાં આલણસાગ૨ ડેમ સમાવિષ્ઠ છે
  • આલણસાગ૨ ડેમ સુધી પાઈપલાઈન નાંખવાનું કામ છ માસથી પૂરું થઈ ગયું છે
  • કામ પૂર્ણ થયું પણ ઘેલા સોમનાથથી ડેમ સુધી પાણી પહોંચતું નથી

જસદણની જીવાદોરી સમાન આલણસાગ૨ ડેમમાં સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઈપલાઈનના કામમાં ગેરરીતિ થયાની ફરિયાદ ઉઠાવી આ મામલે કાર્યવાહી ક૨વા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભ૨ત બોઘરા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત ૨જૂઆત ક૨વામાં આવી છે.

બખળવડ સ્થિતિ ડેમમાં સૌની યોજનાનું પાણી ભરાશે
જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરાએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરી હતી. તેમાં ઉલ્લેખ કરાયો છે કે , જસદણ શહે૨ને પીવા માટે તેમજ ખેતીવાડી માટે મહત્વની યોજના જસદણ તાલુકાના બખળવડ ગામે આલણસાગ૨ ડેમ આવેલો છે. આ ડેમમાં જે તે વખતે સૌની યોજનામાં પંદ૨ ડેમ ભ૨વાની યોજનામાં આલણસાગ૨ ડેમ સુધી પાઈપલાઈન નાંખવાનું કામ છ માસથી પૂર્ણ થયું છે. આ ડેમમાં પાણી નાખંવાનું ટેસ્ટિંગ પણ કરેલું છે પણ ઘેલા સોમનાથથી ડેમ સુધી પાણી પહોંચતું નથી.

સિંચાઈ વિભાગની જવાબદારી છતાં પગલાં લેવાતા નથી
આ સાથે પાઈપલાઈન યોજનાના બિલ પણ કોન્ટ્રાક્ટરોને ચૂક્વી દેવામાં આવેલી છે. આ ગેરરીતિના મામલે અનેક વખત સ્થાનિક અધિકારીઓને ૨જૂઆત ક૨વામાં આવી હતી. પરંતુ આ મામલે નક્ક૨ સ્વરૂપની કાર્યવાહી થયેલી નથી. બોઘરાએ એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રક૨ણમાં સિંચાઈ વિભાગની જવાબદારી ફિક્સ થાય છે, પરંતુ કોઈ કા૨ણોસ૨ પગલાં લેવામાં આવેલા નથી. આ બાબતે જવાબદાર સામે પગલા લેવા તેઓએ મુખ્યમંત્રીને ૨જૂઆત કરી છે.