કૌભાંડની આશંકા:સૌ.યુનિ.માં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ,ભાજપના સિન્ડિકેટ સભ્યોએ ‘ખાસ’ ગ્રૂપ બનાવી મનગમતા નામો આપ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
BJP સિન્ડિકેટ મેમ્બર્સ 2021-22 આ નામનું વ્હોટસએપ ગ્રૂપ બન્યું હતુ - Divya Bhaskar
BJP સિન્ડિકેટ મેમ્બર્સ 2021-22 આ નામનું વ્હોટસએપ ગ્રૂપ બન્યું હતુ
  • પક્ષને વરેલા અધ્યાપકો 'ઈન' બાકીના 'આઉટ', ભવન અધ્યક્ષ અને ભાજપ સાથે સંકળાયેલાની થશે ગોઠવણ
  • 20 દિવસ પહેલા પણ લાગતા વળગતાને ગોઠવવા સિન્ડિકેટની ખાનગી બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 2014માં ‘એ’ ગ્રેડ મળ્યો હતો ત્યારે અને તાજેતરમાં ‘બી’ ગ્રેડ મળ્યો ત્યારે પણ નેક કમિટીએ સત્તાધીશોને કાયમી અધ્યાપકોની ભરતી કરવા ટકોર કરી હતી, પરંતુ શિક્ષણને બદલે રાજકારણનો અખાડો બની ગયેલી યુનિવર્સિટીમાં તો કરાર આધારિત ભરી જ થવાની છે. તેમાંય જુદા જુદા ભવનોમાં 88 જેટલા પ્રોફેસરને 11 માસના કરાર પર આધારિત ભરતી કરવાની પ્રક્રિયામાં પણ રાજકરણ શરુ થઈ ગયું છે. હાલ સિન્ડિકેટ સભ્યોમાંથી ભાજપના સભ્યોએ એક અલગ વ્હોટસએપ ગ્રૂપ બનાવી તેમાં પોતાની પસંદના ઉમેદવારોના નામ આપ્યા હતા. આ ગ્રુપનો હેતુ જ આ માટેનો હતો. હવે આ ઇન્ટર્વ્યુ તો પૂર્ણ થઇ ગયા છે અને આગામી સિન્ડિકેટમા પસંદગી પામેલા ઉમેદવારોના નામ પણ ફાઈનલ થઇ જશે ત્યારે કવરમાથી જે નામ નિકળશે તે મોટાભાગે ભાજપના સિન્ડિકેટ સભ્યોની પસંદ મુજબના જ હશે !

આટલા નામની ભલામણ થઇ હતી
યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતીના ગત 27મી સપ્ટેમ્બરે ઈન્ટરવ્યું શરુ થયા તે પહેલા BJP સિન્ડિકેટ મેમ્બર્સ 2021-22 આ નામનું વ્હોટસએપ ગ્રૂપ બન્યું હતુ. જેમાં હિન્દીમાં યોગેશ દવે,શિલ્પાબેન કામલીયા, મારુન્દ્રપ્રતાપસિંહ ચૌહાણ અને દોશી, ડીમ્પલ રામાણી, હસમુખ ચાવડા, કોમર્સમાં શિવાની પરમાર અને ધનરાજ ગઢવી, કેમેસ્ટ્રીમાં પ્રક્રિયામાં જોવા મળ્યું છે. આ ભરતી ફાલ્ગુનીબેન કારિયા અને મયંક મામતોરા, ફીઝીક્સમાં દૈવત ધ્રુવ અને ચિંતન પંચાસરા, ગુજરાતીમાં નીતુબેન કનારા અને વૈભાવીબેન ત્રિવેદી, બાયોસાયન્સમાં કલ્પનાબેન રાખોલિયા, નેનોસાયન્સમાં હેતલ બોરીચાની ભલામણ થઇ હતી.

હેડના માનીતાનું જ કરારી અધ્યાપક તરીકે સિલેકશન
જયારે પત્રકારત્વમાં તૃપ્તિબેન વ્યાસનું ઈન્ટરવ્યુ પરર્ફોર્મન્સ સારું હોવા છતાં હેડ ડો.નીતાબેન ઉદાણીએ પોતાની મનમાની ચલાવી યશવંત હીરાણી અને જીતેન્દ્ર રાદડીયાની પસંદગી કરાવ્યાની ચર્ચા છે. અમૂક ભવનમાં સિન્ડિકેટ સભ્યો તો કેટલાકમાં હેડના માનીતાનું જ કરારી અધ્યાપક તરીકે સિલેકશન થયું છે. જોકે અહી ઉમેદવાર સ્કોલર અને વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવો હોમસાયન્સમાં હેડ નીલામ્બરીલાયક છે કે નહી તેવું ભાગ્યે જ કોઈ ભવનમાં જોવાયું હશે. જેથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બેરોજગાર યુવાનો સાથે નોકરીના નામે કર મજાક કરી હોવાનું ભયાવહ ચિત્ર સામે આવ્યું છે.

સિન્ડિકેટ સભ્યોની ગુપ્ત બેઠક મળી હતી
ઉલ્લેખનિય છે કે કોન્ટ્રકટ આધારિત અધ્યાપકની ભરતી કરી તેમને અધધ રૂપિયા 40,000 ના માસિક પગાર ચૂકવી કરવામાં આવશે જેમાં પણ તેમની સામે વિરોધનો સુર ઉઠી રહ્યો છે અને કોન્ટ્રાકટ આધારિત અધ્યાપકોના પગાર ધોરણ રકમ માં ઘટાડો કરવા માંગ ઉઠી છે.જોકે આજથી શરૂ થઇ રહેલી ભરતી પ્રક્રિયાના એક દિવસ અગાઉ રવિવારની રજા હોવા છતાં 20 દિવસ પહેલા પણ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની ગુપ્ત બેઠક મળી હતી જેમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં લાગતા વળગતાઓએ ગોઠવવા વાતચીત થઇ હોવાનું જાણવા મળ્યું છે.

ક્યાં ભવનમાં કેટલા અધ્યાપકોની જગ્યા છે ?
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેથેમેટિક્સ વિભાગમાં 04, ફિઝિક્સ વિભાગમાં 03, નેનો સાયન્સ વિભાગમાં 02, બાયો સાયન્સ વિભાગમાં 06, બાયો કેમેસ્ટ્રી વિભાગમાં 02, બાયો ટેકનોલોજી વિભાગમાં 02, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં 02, કેમેસ્ટ્રી વિભાગમાં 09, સ્ટેટેસ્ટીક વિભાગમાં 03, ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં 02, હોમ સાયન્સ વિભાગમાં 03, બિઝનેશ મેનેજમેન્ટ વિભાગમાં 03, બાબાસાહેબ આંબેડકર વિભાગમાં 02, જર્નાલીઝમ વિભાગમાં 02, ઈંગ્લીશ વિભાગમાં 02, હિન્દી વિભાગમાં 02, ઇકોનોમિસક વિભાગમાં 01, ફિલોસોફી વિભાગમાં 01, સોસ્યોલોજી વિભાગમાં 02, સંસ્કૃત વિભાગમાં 01, હિસ્ટ્રી વિભાગમાં 01, MSW વિભાગમાં 04, MLW વિભાગમાં 01, ફાર્મસી વિભાગમાં 21 જેમાં ફાર્મસી પ્રોફેસર 01 અને ફાર્મસી આસી. પ્રોફેસર 02ની જગ્યા છે.