સી.આર.પાટીલ કાલે ગોંડલમાં:ભાજપના પ્રદેશ પ્રમુખ અઠવાડીયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મુલાકાતે, પક્ષનો પાયો મજબૂત કરવા પાટીલના સૌરાષ્ટ્રમાં ધક્કા

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવા ચૂંટાયેલા 77 જેટલા સરપંચોનું અભિવાદન કરાશે

સૌરાષ્ટ્રમાં ભાજપનો પાયો મજબૂત કરવા માટે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ મેદાને ઉતર્યા હોય તેવી રાજકીય ચર્ચા થઈ રહી છે.કારણ કે સી.આર. પાટીલ આવતીકાલે ગોંડલના મહેમાન બનશે. ઉલ્લેખનીય છે કે પાટીલ છેલ્લા એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે. સી.આર. પાટીલે 31 ડીસેમ્બરના રાજકોટ ખાતે યોજાયેલા મુખ્યમંત્રી પટેલના ભવ્ય રોડ શોમાં હાજરી આપી હતી. જે બાદ તા 1 જાન્યુઆરીના ખોડલધામની મુલાકાત લીધી હતી અને હવે ગતિ આવતીકાલે ગોંડલ ખાતે હાજરી આપનાર છે.

નવા ચુંટાયેલા 77 જેટલા સરપંચોનુ સન્માન કરાશે
ગોંડલના નવા માર્કેટ યાર્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તાલુકાના નવા ચુંટાયેલા 77 જેટલા સરપંચોનુ સન્માન કરાશે.સાથે શ્રમયોગી કાર્ડ વિતરણનુ આયોજન કરાયુ છે. ભાજપ મોવડી અને પર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં પાટીલનું આશાપુરા ચોકડીથી દબદબાભેર સ્વાગત થશે.

પાટીલ અચાનક ખોડલધામ પહોંચ્યા હતા.
પાટીલ અચાનક ખોડલધામ પહોંચ્યા હતા.

ખોડલધામની ઓચિંતી મુલાકાત કરી
ઉલ્લેખનીય છે કે આજથી 3 દિવસ પહેલા સી.આર.પાટીલે ખોડલધામની ઓચિંતી મુલાકાત કરી હતી. ખોડલધામમાં તેમણે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો.એ વખતે તેમણે જણાવ્યું હતું કે,આ મારી અણધારી મુલાકાત નથી પણ અમારા કાર્યક્રમમાં જ હતી. ઘણા દિવસ પહેલા જ નક્કી હતું,

અન્ય સમાચારો પણ છે...