રાજકોટમાં આવતીકાલે તા.27 માર્ચન રોજ સાગર ફાઉન્ડેશન દ્વારા સવારે 10 વાગે રેસકોર્ષ ગ્રાઉન્ડ ફનવર્લ્ડ દ્વારા સવારે 10 વાગે રેસકોર્ષ ગ્રાઉન્ડ ફનવર્લ્ડ ખાતે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું ભવ્ય આયોજન કવરામાં આવેલ છે. જેમાં 101 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે પૂર્વ CM વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશિર્વાદ પાઠવશે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ધર્મ સંમેલનમાં પાટીલ અને રૂપાણી એક મંચ પર જોવા મળ્યા હતા.
સંભવતઃ એક હજારથી વધુ યુવાનો રકતદાન કરશે
આવતીકાલે યોજાનારા સમુહ લગ્નોત્સવમાં ચાર કાર્યક્રમો સામેલ છે. 101 દીકરીઓના લગ્ન, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રકતતુલા, બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્રધાનમંત્રી વિમા યોજના વગેરે યોજાશે. બ્લડ ડોનેશન કેમ્પમાં એક હજારથી વધારે યુવાનો રકતદાન કરે તેવી સંભાવના છે.
139 સામગ્રીઓ કરીયાવરમાં અપાશે
સમુહ લગ્નોત્સવ દરમ્યાન જાણીતા કલાકાર આશીષ ઝરીયા તથા તેમની ટીમ લગ્ન ગીતોની જમાવટ કરશે. વિશ્વ વિખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીના લાડલી ફાઉન્ડેશનનો સમુહ લગ્નોત્સવમાં સહયોગ મળ્યો છે. ભોજન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.સમુહ લગ્નોત્સવમાં દીકરીઓને 139 જીવન જરૂરીયાતની સામગ્રીઓ કરીયાવરમાં અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.