તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા ઓફ ધ રેકર્ડ:ભાજપે કહ્યું, 1થી 6 વોર્ડના ઉમેદવારના ફોર્મ રદ કરો

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1થી 6 વોર્ડમાં કોંગ્રેસે મેન્ડેટના ‘ક’ અને ‘ખ’ ફોર્મમાં સહી સહિતની ભૂલ કરી હોવાનો આક્ષેપ

છેલ્લા દિવસે અને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ખામી રહી ગઇ હોવાની ભાજપના આગેવાનોને માહિતી મળતા ફોર્મ જમા કરવાના અંતિમ સમય એટલે કે 2:50 કલાકે રિટર્નિંગ અધિકારીની કચેરી ખાતે પહોંચી ગયા હતા. જોકે કોંગ્રેસે 2:58 મિનિટે મેન્ડેટ રજૂ કરી દીધું હતું. ભાજપના મિરાણીએ કોંગ્રેસે ફોર્મ ‘ક’ અને ‘ખ’માં ભૂલ કરી છે તેથી ઉમેદવારોના ફોર્મ રદ થઇ શકે તેથી તે તમામ ઉમેદવારોના ફોર્મ કબાટમાં રાખી સીલ કરવામાં આવે અને ઉમેદવારોની હાજરીમાં સોમવારે ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ માગણી પણ અધિકારીએ ફગાવી દીધી હતી. બાદમાં લેખિતમાં શહેર ભાજપે વાંધા રજૂ કરી ચૂંટણી અધિકારીને આવેદન આપ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના કહેવા મુજબ 2010માં પણ ‘ક’ ફોર્મ રજૂ કર્યુ ન હતું તે ફોર્મ પ્રદેશમાંથી સીધું ચૂંટણીપંચમાં રજૂ કરી શકાય છે તેથી આ માત્ર વિવાદ ઊભો કરવાનો પ્રયાસ છે.

ફોર્મમાં ભૂલ સુધારી ભાજપના આગેવાને 3 પછી ફોર્મ રજૂ કર્યું

કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવાની વાતો વચ્ચે ભાજપના વોર્ડ નં. 4, 5 અને 6માંથી એક ઉમેદવારના ફોર્મમાં ભૂલ રહી ગઇ હોવાથી શહેર ભાજપના મહામંત્રી જામનગર રોડ પર આવેલી સિટી સરવે કચેરીમાં આવી પોતાની ઓળખ રજૂ કરી એક ઉમેદવારનું ફોર્મ પોતાની સાથે લઇ ગયા હતા. આ કચેરીના સીસીટીવી ચેક કરવામાં આવે તો આ સમગ્ર વિગત બહાર આવે તેમ છે. કોંગ્રેસના ફોર્મમાં ભૂલ શોધવા નીકળેલા ભાજપના પોતાના જ ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવાની ચર્ચા છે.

અમારા નેતા સમયે નામ પણ જાહેર કરી શકતા નથી
રાજકોટ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી સૌથી પહેલા 22 ઉમેદવારોની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં કોંગ્રેસે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાના બદલે નવ ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના આપી હતી અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ 72 નામની યાદી જાહેર કરી શક્યું ન હતું. તેથી કોંગ્રેસના એક પૂર્વ નગરસેવક પોતાના કાર્યકર સાથે ચર્ચા કરતા હતા કે, ભાજપ કોંગ્રેસને હરાવવા માટે અપક્ષ ઉમેદવારોને ફોર્મ ભરાવી રહ્યું છે અને અમારા નેતા સમયસર ઉમેદવારોના નામ પણ જાહેર કરી શકતા નથી. આમા અમારે કેમ ચૂંટણી જીતવી તે સમજાતું નથી.

અધિકારીએ રોકડું પરખાવ્યું ​​​​​​​
જામનગર રોડ પર સિટી સરવે કચેરીમાં ભાજપના આગેવાનો ધસી ગયા હતા અને કોંગ્રેસના વોર્ડ નં.4, 5, અને 6ના ઉમેદવારોના ફોર્મમાં પણ ખામી હોવાનું જણાવી તમામ ફોર્મ સીલ કરવા માગ કરી હતી. આ સમયે ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, તમારું કામ ફોર્મ આપવાનું છે પછી શું કરવું તે મારી જવાબદારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો