• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • BJP Saffron Fluttered In Rajkot District Panchayat And Gondal Municipality, BJP Captured 44 Seats In Gondal And Swept The Congress Clean, Activists Burst Into Firecrackers And Celebrated

સત્તા પરિવર્તન:રાજકોટ જિ.પંચાયત અને ગોંડલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, જિ. પંચાયતની કુલ 36 બેઠકમાંથી ભાજપે 25 બેઠકોને ભાજપે કબ્જે કરી જયારે કોંગ્રેસને 11 બેઠકો મળી, કાયર્કરોએ ફટાકડા ફોડી, મોં-મીઠા કરી ઉજવણી કરી

રાજકોટ8 મહિનો પહેલા
સમર્થકો ના ટોળે ટોળા એકઠા થયા હતા
  • ભાજપની જીતનો શ્રેય પક્ષના કાર્યકરો થતા મતદારોના ફાળે જાય છે - રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ
  • પાંચ બેઠક બિનહરીફ બેઠકોનો લાભ પણ ભાજપને મળ્યો હતો
  • ગોંડલમાં કોંગ્રેસની કારમી હાર, આપનું બાળ મરણ

રાજકોટમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે, સમગ્ર જિલ્લામાં તો ભાજપનો ભવ્ય વિજય થયો જ છે પરંતુ ગોંડલ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિ-પંખીઓ જંગ ખેલાયો હતો. જ્યાં જિ. પંચાયતની કુલ 36 બેઠક માંથી 36 બેઠકમાંથી ભાજપે 25 બેઠકોને ભાજપે કબ્જે કરી જયારે કોંગ્રેસને 11 બેઠકો મળી છે. જેથી ભાજપનો ભગવો લહેરાઈ જવા પામ્યો છે, આ ઉપરાંત ગોંડલની પાંચ બેઠક બિનહરીફ બેઠકોનો લાભ પણ ભાજપને મળ્યો હતો.

ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો
રાજકોટ શહેર અને છેલ્લા ચાર દાયકા કરતા પણ વધારે સમયથી ભાજપ હસ્તકની ગોંડલ નગરપાલિકામાં આ વખતે 44 સીટ ભાજપે કબ્જે કરી ઇતિહાસ સર્જ્યો છે. આ ભવ્ય વિજય થતા રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા સહિતના કાર્યકરો અને આગેવાનોએ રસ્તા પર ફટાકડા ફોડી, મોં-મીઠા કરી જીતની ઉજવણી કરી હતી. મતગણતરી કેન્દ્ર ઉપર સવારથી જ સમર્થકો ના ટોળે ટોળા એકઠા થયા હતા અને મતગણતરી થતા ભાજપ ની સ્પીડ હાઈ જોવા મળી હતી જે છેલ્લે સુધી અકબંધ રહેતા કોંગ્રેસના ઉમેદવારોના સુપડા સાફ થઈ જવા પામ્યા હતા.

મોં-મીઠા કરી જીતની ઉજવણી કરી હતી
મોં-મીઠા કરી જીતની ઉજવણી કરી હતી

કોંગ્રેસની કારમી હાર, આપનું બાળ મરણ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નથી તેને કરુણ રકાસ થયો છે જ્યારે આમ આદમી પાર્ટીનું ગોંડલ માં બાળ મરણ થવા પામ્યું છે. ત્યારે સમગ્ર રાજકોટ જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા કોરોનાને ભૂલી જશ્ન મનાવવામાં આવ્યો હતો, જ્યાં ત્યારે રાજકોટ શહેર જાણે કોરોનામુક્ત થઈ ગયું હોય તેમ પક્ષના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો પ્રજા કરી હતી.

સમર્થકો ના ટોળે ટોળા એકઠા થયા હતા
સમર્થકો ના ટોળે ટોળા એકઠા થયા હતા
અન્ય સમાચારો પણ છે...