તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક ખટરાગ?:પડધરી તાલુકા ભાજપના પ્રમુખે રાજીનામું આપ્યું, કહ્યું સાસંદ મોહન કુંડારીયાના કહેવાથી પદ છોડ્યું, પક્ષથી નારાજ નથી

રાજકોટ13 દિવસ પહેલા
હઠીસિંહે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યાનું કહ્યું.
  • ભાજપ કહે તેમ જ કરવાનું છે, મને કોઇ તકલીફ નથીઃ હઠીસિંહ

રાજકોટના પડધરી તાલુકામાં ભાજપમાં આતરિક ખટરાગ જોવા મળી રહ્યો છે. પડધરી તાલુકા ભાજપના પ્રમુખ હઠીસિંહ જાડેજાએ આજે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. હઠીસિંહે જણાવ્યું હતું કે, રાજકોટના સાસંદ મોહન કુંડારીયાના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે. હું ભાજપ પક્ષથી નારાજ નથી. રાજીનામાને લઇને પડધરી તાલુકાના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.

પડધરી તાલુકા પંચાયત ભાજપ હસ્તક
પડધરી તાલુપા પંચાયત ભાજપની છે. જ્યારે જિલ્લા પંચાયતમાં એક બેઠક ભાજપ પાસે છે. જ્યારે બીજી બેઠક આંતરિક જૂથવાદમાં ગુમાવ્યાનો પણ આંતરિક ખટરાગ જોવા મળી રહ્યો છે. હઠીસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખે રાજીનામું માગ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

હું ભાજપનું જ કામ કરીશ-હઠીસિંહ
હઠીસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મેં સ્વેચ્છાએ રાજીનામુ દઇ દીધું છે. સાંસદસભ્ય મોહનભાઇના આદેશથી મેં રાજીનામું દઇ દીધું છે. મને કોઇ અસંતોષ નથી. પાર્ટીને વફાદાર રહીને કામ કર્યુ છે. 35 વર્ષથી હું વણપરી ગામનો સરપંચ રહ્યો છું. 1981થી ભાજપમાં છું. આથી કોઇની પાસેથી કંઇ પણ લેવા-દેવાનું થતું નથી. ભાજપ કહે તેમ જ કરવાનું છે. મને કોઇ તકલીફ નથી. હું આગામી સમયમાં ભાજપનું જ કામ કરીશ એમાં કંઇ પણ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...