ત્રીજી લહેરને આમંત્રણ:રાજકોટમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના સ્વાગતમાં, સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ, ઢોલ-નગારાના તાલે કાર્યકરો ભાન ભૂલ્યા

રાજકોટ3 મહિનો પહેલા
પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ
  • નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં
  • પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી

કોરોના અને મ્યુકરમાયકોસીસ જેવી મહામારી સામે હાલ ગુજરાત ઝઝૂમી રહ્યું છે. હજુ ત્રીજી લહેરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે ત્યારે આજે રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટોળેવળીને ઢોલના તાલે વાજતે ગાજતે સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી હતી જાણે આ નિયમો પ્રજા માટે જ હોય પક્ષ માટે નહીં એવો ઘાટ ઘડાય રહ્યો છે.

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ
પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ

મહામારી વચ્ચે ભાજપના નેતાઓનું સેલિબ્રેશન
હાલ સર્વત્ર કોરોના અને મ્યુકરમાયકોસીસનો કહેર છે. ભાજપના કાર્યકરોએ ભેટીને તેમના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે છે, પક્ષ માટે નહીં તેવી લોકોમાં ચર્ચા થઇ રહી હતી. આ ટોળા માં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન જોવા મળી રહ્યું નથી. ત્યારે આ પ્રમાણેની લાપરવાહીના પરિણામે કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ પણે આવી જશે તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ
સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ

શાશક પક્ષ દ્વારા જ નિયમનો ભંગ
આ સત્કાર સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐતીતૈસી કરી નાખી હતી. તેમજ ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યાં રસ્તા પર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી હતી જાણે પક્ષને કોવીડની ગાઇડલાઇન્સ લાગુ પડતી જ નથી. જો શાશક પક્ષ દ્વારા જ નિયમનો ભંગ થાય તો પ્રજાનો આમાં શું વાંક ! તેવા આક્ષેપ હાલ લોકો કરી રહ્યા છે.

ઢોલ-નગારાના તાલે કાર્યકરો ભાન ભૂલ્યા
ઢોલ-નગારાના તાલે કાર્યકરો ભાન ભૂલ્યા
અન્ય સમાચારો પણ છે...