તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • BJP Leaders On The Ground To Control Damage Against Korona, Ministers Meeting With District Members, Leaders, Complaint Of Lack Of Facilities In Rural Areas

સમીક્ષા બેઠક:કોરોના સામે ડેમેજ કંટ્રોલ કરવા ભાજપના નેતાઓ મેદાને, જિ.પં.ના સભ્યો, આગેવાનો સાથે મંત્રીઓની બેઠક, ગ્રામ્ય વિસ્તારમાં સુવિધા અભાવની ફરિયાદ

રાજકોટ3 મહિનો પહેલા
  • હાલ સરકાર સમક્ષ રોષ જોવા મળી રહ્યો છે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની પ્રથમ કરતા બીજી લહેર ઘાતક બનતા પરિસ્થિતિ અતિ ગંભીર બનતા સતત વધતા કોરોના કેસ અને મૃત્યુ આંક વધતા આજે ઠેર ઠેર છેવાડાના વિસ્તાર સુધી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સરકાર જાગી છે અને મંત્રીઓ અને નેતાઓને ડેમેજ કંટ્રોલ કરવા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી રહી છે.

પૂરતી જરૂરિયાત મુજબ સુવિધા પૂરી પાડવા ભારપૂર્વક રજુઆત
રાજકોટ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનતા આજે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો , જિલ્લા ભાજપના આગેવાનો સાથે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને કુંવરજી બાવળીયા તથા રાજકોટના સાંસદ મોહન કુંડારિયા , રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા બેઠક મળી હતી. જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધા ન હોવાનો અને પૂરતી જરૂરિયાત મુજબ સુવિધા પૂરી પાડવા ખાસ ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી.

હાલ સરકાર સમક્ષ રોષ જોવા મળી રહ્યો છે
રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ મંત્રીઓને રોષ સાથે રજુઆત કરતા જણાવ્યું હતું કે , હાલ ગ્રામ્ય વિસ્તારમાં રેમડેસીવીર ઇન્જેક્શન , ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર બેડની અછત ખૂબ મોટા પ્રમાણમાં છે. તાત્કાલિક અસરથી આ તમામ સુવિધા પૂરી પાડવા સભ્યો અને આગેવાનોએ રજુઆત કરી હતી. પૂરતી સુવિધા ન હોવાના કારણે દર્દીઓ મોતને ભેટતા હાલ સરકાર સમક્ષ રોષ જોવા મળી રહ્યો છે. અને સરકાર સમક્ષ રોષ દૂર થાય તે માટે ડેમેજ કંટ્રોલ કરી લોકોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.

જરૂરી તમામ સુવિધા પૂરી પાડવા ચર્ચા કરવામાં આવી
કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગ્રામ્ય વિસ્તારમાં ઇન્જેક્શન, ઓક્સિજન અને બેડની અછત હોવાનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે, આજે કોરોના અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં સભ્યો પાસેથી સૂચનો અને સમસ્યા જાણવામાં આવી છે. જે સૂચનો સમસ્યા મળ્યા છે એ પુરી કરવા જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર સાથે બેઠક કરવામાં આવી છે અને જરૂરી તમામ સુવિધા પૂરી પાડવા ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે અને એમાં કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત મુજવ દરેક શહેર , જિલ્લા અને તાલુકા સુધી ઓસ્કિજન પહોંચાડવા કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે સરકાર સમક્ષ રોષ દૂર કરવા ડેમેજ કંટ્રોલ કરી સમીક્ષા બેઠકો દરેક જિલ્લા લેવલે શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...