પરિણામ:ઉપલેટા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 16 ઉમેદવારો સામે 2 હરીફ ઉમેદવારો નોંધાતા, ભાજપ પ્રેરિત પેનલ વિજયી

ઉપલેટાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આજે મતગણતરી થતા ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો - Divya Bhaskar
આજે મતગણતરી થતા ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો
  • ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારો જયારે ખરીદ વેંચાણ સંઘની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીથી લઇને મંત્રીઓના ચહેરાઓ બદલાઇ ગયા છે. ગાંધીનગરની ગતિવિધિ બાદ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે.તાજેતરમા યોજાયેલ જામકંડોરણા માર્કેટીંગ યાર્ડ તેમજ જીલ્લા સહકારી પ્રેસને બિનફરીફ જાહેર કરાવીને ઉપલેટા માર્કેટીંગ યાર્ડની મુદત પુર્ણ થતા યોજાયેલ ચુંટણી પ્રક્રીયામા ભારતીય જનતા પાર્ટીની પેનલના કુલ 16 ઉમેદવારો સામે ફક્ત 2 હરીફ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચુંટણીની ઔપચારીકતા બાકી રહી જવા પામેલ જેને પગલે ભાજપ પ્રેરીત તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

ભાજપ પ્રેરીત તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે
ભાજપ પ્રેરીત તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે

10 બેઠકો માટે 11 ઉમેદવારો માટે ચુંટણી માટે મતદાન થયું હતું
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની યોજાઇ રહેલ સામાન્ય ચુંટણીમાં અગાઉ ચાર બેઠકો બીન હરીફ બાદ ખરીદ વેચાણ સંઘમાં ત્રીજા ઉમેદવારે ભાજપ પ્રેરિત પેનલને ટેકો જાહેર કરતા ખેડુત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારો માટે ચુંટણી માટે મતદાન શરુ થયું હતું. જેની આજે મતગણતરી થતા ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.

આજે મતગણતરી થતા ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો
આજે મતગણતરી થતા ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો

ખરીદ વેંચાણ સંઘની બે બેઠકો પર ત્રણ ઉમેદવારો હતા
ગઈકાલે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુત વિભાગની 10 બેઠકો માટે મતદાન શરુ થયું હતું. જેમ શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. જયારે ખરીદ વેંચાણ સંઘની બે બેઠકો પર ત્રણ ઉમેદવારો હતા તેમાં દલપતભા માકડીયા અને જેતાભાઇ બરોચીયા ભાજપ ખેડુત પેનલના ઉમેદવારો હતા તેની સામે અશોકભાઇ લાડાણી ચુંટણી લડી રહ્યા હતા તેને પોતાનો ટેકો ભાજપ પ્રેરિત ઉમેદવાર જાહેર કરી દેતા સંઘની બન્ને બેઠકો ઉપર ભાજપ ખેડુત પેનલના ઉમેદવારો નિશ્ર્ચત વિજય થયા હતા.

અન્ય સમાચારો પણ છે...