રાજકારણ:રાજકોટ જિલ્લામાં 80% ગામોમાં ભાજપ પ્રેરિત પંચાયત, 20%માં આપ-કોંગ્રેસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજી, ઉપલેટા, કોટડામાં રહ્યો કોંગ્રેસ પ્રેરિત પેનલનો હાથ ઉપર

રાજકોટ જિલ્લામાં વિધાનસભાના ચિત્રમાં એક જ કોંગ્રેસ પાસે છે જ્યારે બાકીની તમામ સીટ ભાજપની છે તેથી તે હેઠળ આવતા ગામોમાં ભાજપે પોતાના જ ઉમેદવારને આગળ ધર્યા હતા અને સરપંચો ભાજપ પ્રેરિત હોવાનું કહ્યું હતું આ તમામ પંચાયતોમાં ભાજપ પ્રેરિત પેનલ આગળ રહી હતી. જ્યારે ધોરાજી-ઉપલેટા કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યાં 50 ટકાથી વધુ પંચાયતોમાં કોંગ્રેસ પ્રેરિત પેનલે કબજે કરી હતી જ્યારે જ્યાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આગળ છે તે કોટડાસાંગાણી તાલુકામાં પણ અમુક ગામો કોંગ્રેસ પાસે રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ પણ અમુક બેઠકો પર પોતાના ઉમેદવાર રાખ્યા હતા પણ તે સંખ્યા જૂજ હતી. સરેરાશ 80 ટકા પંચાયતો પર ભાજપ પ્રેરિત જ્યારે 20 ટકામાં કોંગ્રેસ અને અમુક ગામોમાં આમ આદમી પાર્ટી પ્રેરિત સરપંચ પેનલ આવ્યાની શક્યતા છે.

ભાજપ વિ. ભાજપનો ખેલ થયો
ગામમાં ભાજપના સરખા કાર્યકરો હોય અને કોઇએકને સરપંચપદ મળે તો તે સર થઈ જાય તે ઘણા લોકોને મંજૂર ન હતું તેથી ભાજપના જ હોવા છતાં સામસામી ઉમેદવારી નોંધાવી હતી. આ કારણે બંને પેનલ ભાજપ પ્રેરિત હોવાથી પક્ષે ત્યાં ધ્યાન આપવાનું ટાળ્યું હતું અને છેલ્લે જે જીતે તેને જ શિરપાવની નીતિ અપનાવાશે તેવું નક્કી થયું હતું. 15થી 20 ટકા કિસ્સામાં ભાજપ વિ. ભાજપનો જ ખેલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...