• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • BJP Corporator Raises Questions On BU Certificate Issue After Completion Of Rajkot Manpa General Board, Asks: How Many Days In 5 Years The Certificate Was Issued

આંતિરક વિખવાદ:રાજકોટ મનપાનું જનરલ બોર્ડ પૂર્ણ થતા ભાજપના કોર્પોરેટરે BU સર્ટીફીકેટ મુદ્દે સવાલ ઉઠાવ્યા, પૂછ્યું: 5 વર્ષમાં કેટલા દિવસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર પ્રશ્નોતરી વિનાનું જનરલ બોર્ડ યોજાયું હતું - Divya Bhaskar
રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર પ્રશ્નોતરી વિનાનું જનરલ બોર્ડ યોજાયું હતું
  • આજે પ્રશ્નોતરી વિહીન જનરલ બોર્ડ 2 મિનિટમાં પૂર્ણ, કોર્પોરેટર નેહલ શુક્લના સવાલોથી રાજકારણ ગરમાયુ
  • અનામત પ્લોટને કોમર્શિયલ કરવાની દરખાસ્ત નામંજૂર થતા કોંગી કાર્યકરોએ મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી

આજે ભાજપ-કોંગ્રેસના નગરસેવકોને વાસ્તવિક રીતે કોરોના વધી ગયાનું ભાન થયું હોય તેમ રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર પ્રશ્નોતરી વિનાનું જનરલ બોર્ડ માત્ર 2 મિનિટમાં પૂર્ણ થઇ ગયુ હતુ. આ બોર્ડમાં સાધુ વાસવાણી રોડ પરની જમીન હેતુફેર સહિતની કુલ 7 દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે બોર્ડની બેઠક બાદ ભાજપનાં કોર્પોરેટરે BU સર્ટીફીકેટ મુદ્દે સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, 5 વર્ષમાં કેટલા દિવસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા.

સભાગૃહમાં 50થી 60 લોકોએ બેસી રહેવું જોખમી છે
આજે સવારે 11 વાગ્યે મનપાનાં બીજામાળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાંં યોજાયેલ જનરલ બોર્ડમાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યુ હતુ કે, હાલમાં કોરોનાનુ સંક્રમણ ગતિમાં છે. દરરોજ 1000થી વધુ કેસ આવી રહ્યા છે. મનપાના ત્રણથી ચાર કોર્પોરેટરો પણ સંક્રમિત થયા છે ત્યારે 1 કલાકથી વધુનો સમય એક જ સભાગૃહમાં 50થી 60 લોકોએ બેસી રહેવું જોખમી છે.

BU સર્ટિફિકેટ આપવા કઈ શાખાને જવાબદારી સોંપવામાં આવી
મ્યુ. કમિશ્નર અમિત અરોરાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. જનરલ બોર્ડ બાદ મનપા શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લએ BU સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. અને મધ્યમ વર્ગના લોકોને BU મેળવવામાં મુશ્કેલીઓ થતી હોવાનું તેમજ હાઇરાઇઝ ધરાવનાર પૈસાપાત્ર વર્ગનાં લોકો સર્ટિફિકેટને અનુસરે છે કે કેમ ? ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેટલા દિવસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે ? આ સર્ટિફિકેટ આપવા કોર્પોરેશનની વિવિધ શાખા પૈકી કઈ શાખાને જવાબદારી સોંપવામાં આવી ? જેવા સણસણતા સવાલો ઉઠાવ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના કોર્પોરેટર દ્વારા સવાલો ઉઠાવવમાં આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લએ BU સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા - ફાઈલ તસવીર
શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લએ BU સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા - ફાઈલ તસવીર

કોંગ્રેસે મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી
બીજીતરફ જનરલ બોર્ડમાં હોસ્પિટલ માટે અનામત પ્લોટને કોમર્શિયલ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જો કે આ અંગે કોંગ્રેસનાં વિરોધ બાદ શાસકો દ્વારા આ દરખાસ્ત નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત આજે જનરલ બોર્ડમાં આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

ગણતરીની મિનિટોમાં આ જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું
ગણતરીની મિનિટોમાં આ જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું

બોર્ડને પાંચ જ મિનિટમાં આટોપી લેવાનું નક્કી કરવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહી એક કલાક સુધી ચાલતી હોય છે. જો કે પહેલા અથવા બીજા પ્રશ્નથી જ બન્ને પક્ષોના નગરસેવકો વચ્ચે ધબધબાટી શરૂ થઈ જતી હોય છે અને ડાયસ સુધી નગરસેવકો ધસી આવતા હોય છે પણ આજે એવું બન્યું ન હતું.

કોંગ્રેસે મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી
કોંગ્રેસે મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી

નેતાઓને કોરોનાનો ડર લાગતો હોય તવા ઘાટ ઘડાયા
આ પહેલાં બીજી લહેર વખતે દર બે મહિને મળતું જનરલ બોર્ડ કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સરકારની મંજૂરીથી મોકુફ રાખવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજી લહેરની અસર પણ તેના ઉપર પડી હોય તેવી રીતે આજે બોર્ડ મળ્યું જરૂર પરંતુ તેમાં પ્રશ્નોત્તરી કરવામાં આવી ન હતી એકંદરે હવે નેતાઓને કોરોનાનો ડર લાગતો હોય તેવી રીતે પોતાના ઉપર આવી એટલા માટે બોર્ડમાં એકઠા નહીં થવાના નિર્ણયો લેવા માંડ્યા છે ત્યારે તાજેતરમાં જ શહેરમાં અનેક એવા કાર્યક્રમો યોજાઈ ગયા જેમાં નેતાઓ મોટા ઉપાડે દોડધામ કરી રહ્યા હતા ત્યારે શું એ વખતે કોરોના નહોતો ? એવો ઉણીયારો સવાલ પણ ઉઠ્યા વગર રહેતો નથી.

રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર પ્રશ્નોતરી વિનાનું જનરલ બોર્ડ યોજાયું હતું
રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર પ્રશ્નોતરી વિનાનું જનરલ બોર્ડ યોજાયું હતું

જનરલ બોર્ડ પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત
આજે મહાપાલિકાનું જનરલ બોર્ડ મળે તે પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત થઈ જવા પામ્યા છે. જે કોર્પોરેટર કોરોનાગ્રસ્ત થયા છે તેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને આશાબેન ઉપાધ્યાય (વોર્ડ નં.9), ભારતીબેન પાડલિયા (વોર્ડ નં.11) ઉપરાંત જયમીન ઠાકર (વોર્ડ નં.2)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...