કૌભાંડ ખુલ્યું:રાજકોટના રેસકોર્સમાં રૂ.2.56 લાખના જૂના સ્ટોન ધાબડી દેવાનું કૌભાંડ, ભાજપના જ કોર્પોરેટરે પર્દાફાશ કર્યો, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા આદેશ

રાજકોટ4 મહિનો પહેલા
કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રક્શનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવ્યા હતા
  • આરોપી આર.કે.કન્સ્ટ્રક્શન સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સુચના આપી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા રેસકોર્સ ગાર્ડન વોક-વેમાં આવશ્યકતા મુજબના રિપેરિંગનું કુલ રૂ.16.45 લાખનું કામ આ અગાઉ કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને સોંપવામાં આવ્યું હતું. જેમાં રૂ.2.56 લાખના જુના ધોલપૂરી ધાબડી દેવાના કૌભાંડનો મનપાના વોર્ડ નં. 4ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ રાડીયા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોન્ટ્રાક્ટર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે સુચના આપી છે.

ધોલપૂરી સ્ટોન રિફિટિંગ કામ સોંપવામાં આવ્યું હતું
આ કામમાં ધોલપૂરી સ્ટોન રિફિટિંગ કામ ઉપરાંત ચેઈનલીંક ફેન્સિંગ, ફરકડી વગેરે રિપેરિંગ કામ તથા કલર કામનો સમાવેશ થતો હતો. જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂપિયા પોણા ત્રણ લાખથી વધુની કિંમતના જૂના ધોલપૂરી સ્ટોન પાથરી દીધા હોવાનું વોર્ડ નં.2ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ રાડીયાના ધ્યાનમાં આવ્યું હતું.

આ કામમાં ધોલપૂરી સ્ટોન રિફિટિંગ ઉપરાંત ચેઈનલીંક ફેન્સિંગનો સમાવેશ પણ થતો હતો
આ કામમાં ધોલપૂરી સ્ટોન રિફિટિંગ ઉપરાંત ચેઈનલીંક ફેન્સિંગનો સમાવેશ પણ થતો હતો

નબળું કામ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે
આ અંગે તેમણે તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન પુષ્કર પટેલના ધ્યાને મૂકી ચકાસણી કરતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના પગલે ચેરમેને કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ અંગે મનીષ રાડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ક્યાય પણ નબળી કામગીરી ન થાય તે ખૂબ જ જરૂરી છે. નબળું કામ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે.

ક્યાય પણ નબળી કામગીરી ન થાય તે ખૂબ જ જરૂરી છે - કોર્પોરેટર
ક્યાય પણ નબળી કામગીરી ન થાય તે ખૂબ જ જરૂરી છે - કોર્પોરેટર

આર.કે. કન્સ્ટ્રક્શનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવ્યા હતા
વધુમાં મનીષ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કૌભાંડની શંકા જતા મેં બાંધકામ શાખાના ડે.એક્ઝિ. એન્જિનિયર પાસેથી જરૂરી વિગતો મેળવી આ સ્થળ મુલાકાત લઇ જાત ખરાઈ કરી હતી અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલને આ બાબતે જાણ કરી હતી. જેના અનુસંધાને આજે અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, બાંધકામ શાખાના એડી.સિટી એન્જિનિયર એમ.આર. કામલીયા, ડે.એક્ઝિ. એન્જિનિયર મહેશ જોષી સહિતના સ્ટાફને તથા કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રક્શનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવ્યા હતા. જ્યાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પોતે આ કામે નવા ધોલપૂરી સ્ટોનને બદલે જૂના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધી હોવાની કબુલાત કરી હતી. જેના અનુસંધાને પુષ્કર પટેલે સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...