તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જસદણમાં જમીન પચાવી પાડનાર ભાજપના નગરસેવક અને તેના ભાઇની ધરપકડ કરાઇ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • બંને આરોપીને આજ કોર્ટમાં રજૂ કરાશે, આરોપીએ અગાઉ જમીનમાલિકને ધમકી આપી’તી

જસદણમાં આવેલી કિંમતી જમીન પર કબજો જમાવી જમીનમાલિકને ધમકી આપનાર ભાજપના નગરસેવક અને તેના ભાઇ સામે પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી શુક્રવારે બંનેની ધરપકડ કરી હતી. બંને આરોપીને શનિવારે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. જસદણના ગીતાનગરમાં રહેતા કનકરાય અમૃતલાલ વ્યાસે (ઉ.વ.73) જસદણ પોલીસ સ્ટેશનમાં જસદણના ભાજપના નગર સેવક અશોક ઉનડ ધાધલ અને તેના ભાઇ ગભરૂ ધાધલના નામ આપ્યા હતા.

કનકરાય વ્યાસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 1970માં તેમના માતા અંબાબેને જસદણમાં દેવુબાઇબેન લખુભાઇ કાઠી અને રાણીંગભાઇ જીવાભાઇ કાઠી પાસેથી રૂ.20 હજારમાં જમીનની ખરીદી કરી હતી. ઉપરોક્ત જમીનના વારસદાર તરીકે કનકરાય અને તેના ભાઇ રતિલાલ છે. જમીનનો કબજો વ્યાસ પરિવાર પાસે હતો ત્યારે વર્ષ 2001માં ભૂકંપમાં મકાન પડી જતાં જમીન ફરતે કમ્પાઉન્ડની દીવાલ હતી તે દીવાલ પણ તૂટી ગઇ હોવાથી આરોપીઓએ દીવાલના પ્રવેશદ્વારે લોખંડના પતરાની આડસ મૂકી તથા મોટી કેબિન મૂકી દઇ જમીન પર કબ્જો જમાવી દીધો હતો.

23 ઓગસ્ટ 2016ના અશોક અને ગભરૂ પરિવારે વ્યાસ પરિવારના ઘરે જઇ જમીન પર તેમનો પણ ભાગ છે તેમ કહી ગાળો ભાંડી હતી અને તે વખતે મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ગત તા.19 ફેબ્રુઆરીના કનકરાયના પુત્ર જીતેન્દ્રભાઇ અને તેના ભત્રીજા કૃષ્ણકાંતભાઇ જમીન પર હાજર હતા ત્યારે પણ અશોક અને ગભરૂએ ત્યાં જઇને જમીનમાંથી નીકળી જવાનું કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અશોક ધાધલ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાંથી નગરસેવક તરીકે ચુંટાયો હતો. નગર સેવક અને તેના ભાઇ સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો. ડીવાયએસપી રાવલે જણાવ્યું હતું કે, શુક્રવારે નગરસેવક અશોક અને તેના ભાઇ ગભરૂની ધરપકડ કરવામાં આવી છે અને શનિવારે બંનેને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીઓએ અન્ય કોઇ લોકોની જમીન પચાવી પાડી છે કે આવા મુદ્દે કાયદો હાથમાં અગાઉ લીધો હતો કે કેમ સહિતના મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો