તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભા સાંજે અને રોડ સવારથી બંધ:કોઠારિયા રોડ પર ભાજપ-કોંગ્રેસનું રાજ, ચૂંટાયા પહેલા દબાણ શરૂ

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપ - Divya Bhaskar
ભાજપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારો બિચારા બની ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વોર્ડમાં કાર્યાલય ખોલવા માટે મુખ્યમાર્ગો કલાકો સુધી બંધ કરી દે છે જેના કારણે હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ માર્ગો પર સીસીટીવી કેમેરા હોવા છતાં રાજકોટ પોલીસે કોઇ પણ પ્રકારના પગલાં લીધા ન હતા. વોર્ડ નં.16માં કોંગ્રેસે કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા પાસેથી દેવપરા માર્કેટ સુધી તેમજ ભાજપે જંગલેશ્વરના ખૂણા પાસેથી કોઠારિયા રોડ બંધ કર્યો હતો.

કોંગ્રેસ
કોંગ્રેસ

બન્ને રાજકીય પક્ષોએ સવારથી મુખ્ય રોડ બંધ કર્યો હતો જેના પગલે ત્યાંથી પસાર થતા હજારો વાહનચાલકોએ હાલાકીનો સામનો કર્યો હતો. આ ઉપરાંત વોર્ડ નં.17માં સહકારનગર મેઇન રોડ અને હરિ ઘવા મેઇન રોડ પણ કોંગ્રેસે બંધ કર્યો હતો. શહેરમાં ઠેર ઠેર ભાજપ-કોંગ્રેસે શહેરના મુખ્યમાર્ગો બંધ કરી સભાઓ કરી હજારો લોકોને બાનમાં લીધા હતા. ફોર્મ ભરવાની શરૂઆત કરી ત્યારે ભાજપ-કોંગ્રેસે શહેરના મુખ્ય માર્ગ રેસકોર્સ રિંગ રોડ અને ઢેબર રોડ બંધ કર્યા હતા. આ સમયે પોલીસની મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ હજારો વાહનચાલકોને 24 કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાંથી પસાર થવાની ફરજ પડી હતી. હવે વોર્ડના કાર્યાલય ખોલવા માટે રોડ બંધ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો