તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ભવિષ્યના નગરસેવકો!:ભાજપ-કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજિયાં

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં કોરોના સંદર્ભે ગાઈડલાઈનનું પાલન કરાવવાની શરૂઆત થઈ ત્યારથી પોલીસે કરોડો રૂપિયાનો દંડ લોકોને ફટકાર્યો હતો અને કેટલાક સામે ગુનો પણ નોંધ્યો હતો. જો કે ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો નિયમનો જાહેરમાં ભેગ કરે છે છતાં પોલીસ મૌન રહે છે.

બે વ્યક્તિ વચ્ચે એક ઈંચની પણ જગ્યા ન હતી
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક નહીં પહેરવાના આરોપસર રાજકોટ પોલીસે શહેરીજનો સામે સખત કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં રૂ.15 કરોડનો દંડ વસૂલી લીધો છે. પોલીસ દ્વારા ફટકારાતા ઇ-મેમાથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.

લોકોનો રોષ સામે પોલીસ કમિશનર નિયમના સખત પાલન અને તમામ માટે કાયદો સમાન હોવાના બણંગા ફૂંકે છે, પરંતુ શુક્રવારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના ચૂંટણીના ફોર્મ ભરવા જતા પહેલા જાહેરસભા યોજી હતી, જેમાં બંને પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, બંને પક્ષના નેતાઓ અને ઉમેદવારોથી સ્ટેજ સાંકડું પડ્યું હતું, એકબીજાને અડોઅડ તમામ નેતાઓ બેઠા હતા અને સામે પણ કાર્યકર્તાઓની ફોજ મોટી સંખ્યામાં બેઠી હતી અને તેમાંથી અનેક લોકોએ માસ્ક પહેર્યા નહોતા.

એટલું જ નહીં આ બંને સ્થળે પોલીસ બંદોબસ્તમાં તૈનાત હતી, પોલીસની નજર સામે નિયમોનો ઉલાળ્યો થતો હતો, સામાન્ય નાગરિક પર રોફ જમાવતી પોલીસ નેતાઓ સામે નતમસ્તક થઇ ગઇ હતી. સામાન્ય લોકો સામે કાયદાનો દંડો ઊગામતા સરકારી અધિકારીઓએ ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો