તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મહિલા મતદારોને રીઝવવા ભાજપનો અનોખો નુસ્ખો, રાજકોટમાં સાફો પહેરી પ્રચાર કર્યો, આપએ EVM મશિનમાં વાંધો ઉઠાવ્યો

રાજકોટ10 દિવસ પહેલા
ભાજપના ઉમેદવારોનો સાફો પહેરી પ્રચાર.
  • વોર્ડ નં.8ના ઉમેદવારો માથા પર કેસરિયો સાફો પહેરી પ્રચાર કરવા નીકળ્યાં

રાજકોટ મનપાની ચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોંટીનું જોર લગાવી રહ્યાં છે. આ વર્ષે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા નુસ્ખા અપનાવી અનોખો પ્રચાર કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની શાન સમો સાફો પહેરી વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારો જનસંપર્કમાં નીકળ્યાં છે અને લોકો પાસે મતની અપીલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના ઉમેદવારો કમળના ફૂલ અને કમલમ ફ્રૂટ તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રૂટ સાથે પ્રચાર કરી ચૂક્યા છે. આજે ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સભા ગજવશે. મહિલા મતદારોને રીઝવવા માટે ભાજપે કમળની ડિઝાઇનવાળા પર્સ, બોરીયા અને બકલ આપ્યા હતા. EVMમાં કમળના નિશાન નીચે BJP લખેલું હોવાથી AAPએ વાંધો ઉઠાવ્યો છે.

મહિલા મતદારોને રીઝવવા ભાજપનો અનોખો નુસ્ખો
રાજકોટ ભાજપના ઉમેદવારો રાજકોટમાં વિવિધ વોર્ડમાં ફરી મહિલાને ભાજપના નિશાનવાળા અલગ અલગ ચીજવસ્તુ આપી રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે રૈયા રોડ ખાતે ભાજપના ઉમેદવારોએ મહિલાઓને ખાસ તૈયાર કરેલા ભાજપના કમળના નિશાનવાળા માથામાં નાખવાના બોરીયા, બકલ-પિન અને પર્સ આપી મતદાન માટે રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપે કમળની ડિઝાઇનવાળા બકલ, પર્સ અને બોરીયા આપ્યાં.
ભાજપે કમળની ડિઝાઇનવાળા બકલ, પર્સ અને બોરીયા આપ્યાં.

આજે ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સભા ગજવશે
વોર્ડ નંબર 8ના ઉમેદવાર ડો. દર્શના પંડ્યા, અશ્વિન પાંભર, પ્રીતિબેન દોશી અને બિપીનભાઇ બેરા માથે કેસરિયો સાફો અને ગળામાં કેસરિયો ખેસ પહેરી પ્રચારમાં નીકળ્યાં છે. મનપાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ ચરણોમાં છે ત્યારે રાજકીય પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં ઉમેદવારો પદયાત્રા કરે છે અને સ્ટાર પ્રચારકો આવી સભા સંબોધન કરી રહ્યાં છે. આજે રાજકોટમાં ભાજપના સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસના હાર્દિક પટેલ રાજકોટમાં ચૂંટણીલક્ષી સભા સંબોધન કરશે.

મતદારોને રીઝવવા પ્રયાસ.
મતદારોને રીઝવવા પ્રયાસ.

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોના અવનવા નુસ્ખા
ગઇકાલે મંગળવારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો ગેસનો બાટલો માથા પર રાખી પ્રચારમાં નીકળ્યાં હતા. આ વખતે કોંગ્રેસ મોંઘવારીનો મુદ્દો ઉઠાવી મતદારોને રીઝવી રહ્યાં છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે મંગળવારે આપના ઉમેદવારો સાવરણા સાથે પ્રચારમાં નીકળ્યા હતા અને રસ્તા પર ગંદકી સાફ કરી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો.

ભાજપના ઉમેદવારો કેસરિયો સાફો પહેરી પ્રચારમાં નીકળ્યાં.
ભાજપના ઉમેદવારો કેસરિયો સાફો પહેરી પ્રચારમાં નીકળ્યાં.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કોંગ્રેસે સાઇકલ સાથે પ્રચાર કર્યો હતો
બે દિવસ પહેલા રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવા પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવે ધ્યાને લઇને સાઇલક પર પ્રચાર કરવા નીકળ્યાં હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. રાજકોટ મનપાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અવનવા નુસ્ખા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

EVMમાં કમળનું નિશાન બોલ્ડ અને મોટું હોવાનો આક્ષેપ.
EVMમાં કમળનું નિશાન બોલ્ડ અને મોટું હોવાનો આક્ષેપ.

કોંગ્રેસ બાદ આપના આગેવાને EVMને લઇ વાંધો ઉઠાવ્યો
રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલાએ ચૂંટણીપંચ સામે સવાલો ઉઠાવ્યા છે. EVMમાં કમળનું નિશાન બોલ્ડ અને મોટુ હોવાથી વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે. ભાજપના નિશાન નીચે BJP લખેલું હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે અન્ય પાર્ટીના સિમ્બોલ નીચે નામ લખવામાં આવ્યા નથી. આમ આદમી પાર્ટી ચૂંટણીપંચને આ અંગે રજુઆત કરશે. કોંગ્રેસે પણ અલગ અલગ 11 વાંધા ઉઠાવ્યા હતા.

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું
રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુભાષ માંકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો