તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો બોલી ગયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, 108 તરીકે જાણિતા પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી, પૂર્વ ઉપ વિપક્ષ નેતા મનસુખ કાલરીયા, જાગૃતિબેન ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, મોહન સોજીત્રા, ઉર્વશીબા જાડેજા જેવા કોંગ્રેસના પીઢ આગેવાનોની હારથી રાજકોટ ભાજપ પણ ચોંકી ઉઠ્યું છે. તેમાંય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જે નીતિથી ગઈકાલ સુધી સૌને ભાજપની હાર થવાની સંભાવના લાગતી હતી તે પેજ કમિટીએ અસાધારણ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. જેને પ્રતાપે ભાજપના યુવા, શિક્ષિત અને નવા ચહેરાઓ સામે કોંગ્રેસના ધુરંધરો ઘુંટણિયે પડી ગયા છે.
કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારોનો સફાયો થયો
મહાનગરપાલિકાની ચૂંટણી આવતા જ તમામ પક્ષોએ મતદારોને રિઝવવાની તૈયારીઓ આરંભી દીધી હતી. સામાન્ય રીતે દર વખતે કોંગ્રેસ અને ભાજપ મુખ્ય બે પાર્ટી વચ્ચે મુકાબલો થતો હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખતા ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો. 21 તારીખે મતદાન થયા બાદ દરેક પક્ષ પોતાની જીતના દાવા કરી રહ્યું હતું. જ્યારે લોકો પણ મોંઘવારી, પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ સહિતના ભાવ વધારાના મુદ્દાને આગળ ધરી ભાજપથી વિમુખ થયાનું ચર્ચાય રહ્યું હતું.
કોંગ્રેસ છાવણીમાં સન્નાટો જોવા મળ્યો
મતદાન પણ આ વખતે ઓછું રહ્યું હોય દરેક પક્ષના પેટમાં ફાળ પડી હતી અને પ્રજાજનો કોને વિજયી બનાવે તે તરફ મીટ મંડાઈ હતી. ત્યારે આજરોજ વહેલી સવારથી રાજકોટમાં છ સ્થળે અલગ અલગ વોર્ડની ગણતરી શરૂ થતાં પ્રથમ રાઉન્ડમાં જ મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ હોવાનું જાણવા મળ્યું હતું. જેમ જેમ મત ગણતરી થતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવારોની જીત નક્કી થતી ગઈ. સંપૂર્ણ પરિણામના અંતે કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારોનો સફાયો થઈ ગયો છે. જ્યારે અન્ય વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ ઉભા રાખેલા શહેર પ્રમુખ સહિતના ધુરંધરો પણ હારી જતાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો બોલી ગયો છે.
જૂના જોગીઓને નવા ચહેરાએ કારમી હાર આપી
મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકના પરિણામો આજે જાહેર થતાં કોંગ્રેસનો સફાયો બોલી ગયો હતો. આ વખતે નવા ઉમેદવારોને પણ પાર્ટીએ ઉભા રાખ્યા હતા. જે જીતશે કે કેમ? તેવો પ્રશ્ન ચર્ચાય રહ્યો હતો. ત્યારે વર્ષોથી કોંગ્રેસ પક્ષમાંથી ભારે બહુમતિથી ચૂંટાયને આવતા જૂના જોગીઓ તેમજ ધુરંધરોને પણ લોકોએ જાકારો દીધો હતો. પોતાના વોર્ડમાં લોકોના સેવાના કામ કરી લોકચાહના મેળવી ચૂકેલા અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દક્ષાબેન ભેંસાણીયા, ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, રણજીત મુંધવા, પ્રતીમાબેન વ્યાસ, મનસુખભાઈ કાલરીયા, પરેશભાઈ હરસોડા, ઉર્વશીબા કનકસિંહ જાડેજા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર, આદિત્યસિંહ ગોહિલ, વલ્લભભાઈ પરસાણા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, ધર્મીષ્ઠાબા જાડેજા, નિર્મળભાઈ મારૂ સહિતના ધુરંધરોને આ વખતે લોકોએ ઘરે બેસાડી દીધા હતા..
કોંગ્રેસના આ ઉમેદવારોની હાર સાંભળી ભાજપના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા
આ વખતે નવા ઉમેદવારોને પણ કોંગ્રેસે તક આપી હતી. પરંતુ, વર્ષોથી તેમના વોર્ડમાં લોકોની નાની-મોટી તમામ પ્રકારની મુશ્કેલીઓ સમયે હર વખત સમયસર સાથે ઉભા રહેતા દર વર્ષે ચૂંટાતા કોર્પોરેટરો પૈકી અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, જાગૃતિબેન ડાંગર, મનસુખભાઈ કાલરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ અજુડિયા સહિતના ઉમેદવારો હારી જતાં લોકો માનવા તૈયાર નહોતા અને આ બાબતે શહેરમાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસ દ્વારા EVMમાં ગોટાળાનાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. છતાં પરીણામ આવી જ ચુકયુ છે અને પાર્ટીની આબરૂ ધુળધાણી કરતાં પરીણામ આવ્યા છે. રાજકોટનાં પરીણામ સાથે ભાજપનો નાતો બંધ બેસી જાય તેમ છે. ચૂંટણી પૂર્વે પ્રવાહમાં ભાજપ દ્વારા ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’નો નારો આપ્યો હતો. મતદારોએ તે સિદ્ધ કરી બતાવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.