રાજકોટમાં સોની બજારમાં આવેલા હોલમાર્ક સેન્ટર પર બીઆઈએસની ટીમે તપાસ હાથ ધરી હતી.રજિસ્ટ્રેશન વિના હોલમાર્ક સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી હતી જેને આધારે આ તપાસ હાથ ધરાઈ હતી. તેમજ તપાસ દરમિયાન 100 ગ્રામ સોનુ કબજે કરાયાની પણ ચર્ચા છે.
સોનાના દાગીના પર બીઆઈએસનો હોલમાર્ક ફરજિયાતનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ માટે વેપારીઓને મુદત પણ આપવામાં આવી હતી. જો કે શરૂઆતના સમયમાં દરેક હોલમાર્ક સેન્ટરમાં ભીડ રહી હતી. આ મુદ્દે વેપારીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. બાદમાં પ્રક્રિયા સરળ બનતા હોલમાર્ક સેન્ટરમાં વેઈટિંગ પણ ઘટી ગયું હતું.
શરૂઆતમાં હોલમાર્કના નિયમને લઈને વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા. તેઓને પડતી મુશ્કેલીનું નિરાકરણ પણ કરાયું હતું. ચેકિંગ માટે માત્ર સમજાવટથી કામ લેવાયું હતું. ફરજિયાત હોલમાર્કનો નિયમ.બન્યા બાદ પહેલી વખત આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સોનુ પણ જપ્ત કર્યું છે. હાલના તબક્કે સોનુ જે જપ્ત કરવામાં આવ્યું છે એની તપાસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.