તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટના હોલમાર્ક સેન્ટર પર બીઆઈએસનું ચેકિંગ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ કહ્યું કે, બહુ ઓછા દાગીના પર યુનિક નંબર જનરેટ થયા

સોનાના દાગીનાં પર ફરજિયાત હોલમાર્કનાં નિયમ બાદ બીઆઈએસ પણ જાગ્યું છે અને રાજકોટની સોની બજારમાં આવેલા હોલમાર્ક સેન્ટર પર ચેકિંગની કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ કહ્યું કે બહુ ઓછા દાગીના પર યુનિક નંબર જનરેટ થયા, વેપારીઓએ કહ્યું કે પ્રક્રિયા પૂરી કરવામાં સમય વધુ નીકળી જાય છે. ચેકિંગ દરમ્યાન લેબમાંથી દસ્તાવેજો કબજે કરાયા હતા.

હોલમાર્ક સેન્ટરો 1લી જુલાઈથી જ હોલમાર્ક સેન્ટરોમાં દાગીના પર યુનિક આઈડી નંબર લગાવવા સહિતની કાર્યવાહી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે નિયમ અનુસાર કામગીરી.થાય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.ચેકિંગ દરમિયાન હોલ માર્ક સેન્ટરના સંચાલકોને પડતી મુશ્કેલી જાણી હતી.

પ્રથમ દિવસે બહુ ઓછા દાગીના પર યુનિક આઈડી જનરેટ થયા હોવાનું સામે આવ્યું છે.જો કે એ માટે હોલમાર્ક સેન્ટર સનચાલકોએ પોતાની દલીલ રજૂ કરી હતી કે સમગ્ર કાર્યવાહીમાં ઘનો સમય નીકલી જાય છે. હોલમાર્ક માટે અને યુનિક આઈ ડી માટે સમગ્ર પ્રકિયા ઓનલાઈન હોવાથી મુશ્કેલી અંગે સોની વેપારીઓ એ પોતાની સમસ્યા રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...