તપાસ:નોનવેજની રેસ્ટોરન્ટમાં બિરયાનીના નમૂના લેવાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકાની ફૂડ શાખાની તપાસ
  • જલારામ ખમણની દુકાનમાંથી વાસી ચટણી મળી

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ અલગ અલગ દુકાનોમાં ચકાસણી હાથ ધરી ફૂડ લાઇસન્સ ન હોય તો નોટિસ આપવાની ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન ખાદ્યપદાર્થ વેચાતા હોય ત્યાં મોબાઈલ ફૂડ લેબ લઈને ચકાસણી કરાય છે. ઘણા સમય બાદ ફૂડ શાખાએ નોનવેજની રેસ્ટોરન્ટમાં તપાસ કરી નમૂના લીધા છે.

મનપાના જણાવ્યા અનુસાર ગોંડલ રોડ હાઈવે પર તુલીપ પાર્ટી પ્લોટની સામે આવેલા જય રાજપૂતાના ફૂડ સેન્ટરમાં તપાસ કરતા ત્યાંથી વાસી થયેલી નોનવેજ વાનગીનો બે કિલોનો જથ્થો મળી આવ્યો હતો જેનો સ્થળ પર નાશ કરાયો હતો. આ ઉપરાંત ત્યાં બનતી ચિકન બિરયાનીના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે તેમજ રેસ્ટોરન્ટ પાસે ફૂડ લાઇસન્સ પણ ન હોવાથી નોટિસ ફટકારાઈ છે.

રૈયાધાર વિસ્તારમાં આવેલા શાંતિનગર મેઈન રોડ પરની જલારામ ખમણ નામની પેઢીમાં તપાસ કરતા 4 કિલો જેટલી વાસી ચટણી મળી આવી હતી જેથી ચટણીનો નાશ કરાયો હતો અને પેઢી સંચાલક પાસે ફૂડ લાઇસન્સ ન હોવાથી નોટિસ આપી હતી. આ સિવાય વેસ્ટ ઝોન વિસ્તારમાંથી અલગ અલગ બે ડેરીમાં વેચાતા છૂટક દૂધના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...