ભાગ્યે જ બનતી ઘટના:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાએ ત્રેલડાને જન્મ આપ્યો, એક પુત્રી અને બે પુત્ર, ત્રણેય બાળકો અને માતાની તબિયત તંદુરસ્ત

રાજકોટ3 મહિનો પહેલા
ત્રણેય બાળકોને ઓબ્ઝેર્વેશન હેઠળ રાખવામાં આવ્યા.
  • હાલ માતા અને ત્રણેય બાળકોને હોસ્પિટલ દ્વારા ઓબ્ઝેર્વેશનમાં રાખવામાં આવ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીમા અનિલભાઇ વાઘીયા નામની મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રણેય બાળકો અને માતાની તબીયત તંદુરસ્ત છે. મહિલાએ એક પુત્રી અને બે પુત્રને જન્મ આપ્યો છે. હાલ માતા અને ત્રણેય બાળકોને હોસ્પિટલ દ્વારા ઓબ્ઝેર્વેશનમાં રાખવામાં આવ્યા છે. પ્રેગનન્સી દરમિયાન રાજકોટમાં આ ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. સિવિલના કર્માચારીઓ અને ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ છે.

બહુ સમય પછી અમારા ઘરમાં ખુશી આવીઃ મહિલાના પિતા
ત્રણ બાળકોને જન્મ આપનાર મહિલાના પિતા રણછોડભાઇ જુણેજાએ જણાવ્યું હતું કે, બહુ સમય પછી અમારા ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભગવાનના આશીર્વાદથી એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો છે. ત્રણેય બાળકો ખૂબ તંદુરસ્ત છે અને મારી દીકરી પણ તંદુરસ્ત છે. સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે. મારી દીકરીનું નામ સીમા અનિલભાઇ વાઘીયા છે. કુદરતની દયાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.

માતાની તબિયત સ્વસ્થ.
માતાની તબિયત સ્વસ્થ.

એક સાથે ત્રણ બાળકોનો જન્મ થાય તેવા કેસ ભાગ્યે જ જોવા મળે: મહિલા ડોક્ટર
ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.મનિષા પરમારે જણાવ્યું હતું કે, આજે સીમાબેનનું સિઝેરિયન દ્વારા ઓપરેશન થયું છે. જેમાં તેમણે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સીમાબેન પહેલેથી જ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા હતા. પ્રસૂતિની પીડા થતા સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક સાથે ત્રણ બાળકોનો જન્મ થાય તેવા કેસ ભાગ્યે જ જોવા મળે છે.

મહિલાના પિતા રણછોડભાઇ.
મહિલાના પિતા રણછોડભાઇ.

સિવિલના ડોક્ટરો પણ ખુશ થયા
મહિલાએ એક પુત્રી અને બે પુત્રને જન્મ આપતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકો અને માતા તંદુરસ્ત હોવાથી ડોક્ટરો પણ રાહત અનુભવી રહ્યાં છે. ઓબ્ઝેર્વેશન પિરિયડ પુરો થતા જ બાળકો અને માતાને રજા આપવા અંગે ડોક્ટરો દ્વારા વિચારણા કરવામાં આવશે.