પક્ષી સંરક્ષણ:ઉત્તરાયણ પર પક્ષી બચાવવા કંટ્રોલરૂમ, 700 નિદાન કેન્દ્ર, મો. નં. 8320002000 પર મેસેજથી મળશે સહાયતા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 620 ડોક્ટર, 6000 સ્વયંસેવકો કાર્યરત રહેશે

ઉત્તરાયણના મહાપર્વ પર પતંગ, દોરના કારણે અનેક પક્ષીઓ ઘાયલ તથા મૃત્યુ પામતા હોય છે. સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્યમાં જ પક્ષી સંરક્ષણ માટે કાર્યક્રમ કરવામાં આવે છે. જે અંતર્ગત પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષ 2022માં તા. 10-1થી 20-1 સુધી દરરોજ સવારે 7 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં 700થી પક્ષી નિદાન કેન્દ્ર, 620થી વધુ ડોકટરો તથા 6000થી વધુ સ્વયંસેવકો પક્ષી બચાવવા કાર્યરત રહેશે.

ઉત્તરાયણના સમય દરમિયાન પક્ષી ઘાયલ કે મૃત અવસ્થામાં જોવા મળે તો વનવિભાગને જાણ કરવા આ વર્ષે નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાવાર પક્ષી કેન્દ્રની વિગત વોટ્સએપ નં. 8320002000 પર ‘કરુણા’ મેસેજ લખી અથવા હેલ્પલાઈન નં. 1962 પર ફોન કરી માહિતી આપવાથી સારવાર મળી શકશે. ગત વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન 9000થી પણ વધુ પક્ષીઓ ઘાયલ તથા 750 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...