ડાયવર્ઝનમાં અકસ્માત:રાજકોટમાં માધાપર ચોકડીએ ઓવરબ્રિજ પાસે ઓવરટેકની લ્હાયમાં બાઈક સિમેન્ટ પાઇપ અને ટ્રક વચ્ચે ફસાયું, યુવક ઘાયલ

રાજકોટ22 દિવસ પહેલા

રાજકોટની માધાપર ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે માધાપર ચોકડી ઓવરબ્રિજ વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, આ સ્લેબના સેન્ટ્રીંગ માટે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પોલીસ કમિશનરે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.ત્યારે આ જ ડાઇવર્ઝનમાં સવારે અકસ્માત સર્જાયો. જ્યાં ટ્રકને ઓવરટેક કરતા સમયે બાઈક સાઈડમાં રહેલા સિમેન્ટ પાઇપ અને ટ્રક વચ્ચે ફસાયું હતું અને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુવકને લોહી-લુહાણ અવસ્થામાં દાખલ કરાયો
રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ ભોગ બનવું પડે છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જ્યાં માધાપર ચોકડીએ ઓવરબ્રિજ પાસે રફ્તારની ગતિમાં આવતા બાઈકે ટ્રકને ઓવરટેક કરતા બાઈક સાઈડમાં રહેલા સિમેન્ટ પાઇપ અને ટ્રક વચ્ચે ફસાયું હતું. જેને જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. નોંધનીય છે કે માધાપર ચોકડીએ ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતને પગલે યુવકને લોહી-લુહાણ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

માધાપર ચોકડીએ ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો
માધાપર ચોકડીએ ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો

ગોંડલમાં પુલ સાથે બાઈક અથડાતા બેનાં મોત
ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિકો સોમવારે સાંજના સુમારે ત્રિપલ સવારી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોમટા નવાગામ રોડ પર અકસ્માતે જ બાઇક પુલના ખાડામાં ખાબકતાં પિતા પુત્ર સહિત ત્રણે ગંભીર રીતે ઘવાયા હતા જેમાં પિતાનું મોત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન નીપજ્યું હતું જ્યારે પુત્ર સહિત બેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે તેમાંથી એક આધેડે રસ્તામાં દમ તોડી દીધો હતો, જ્યારે પુત્રની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. વધુ તપાસ તાલુકા પોલીસે આરંભી છે.

ત્રિપલ સવારીમાં બાઇકમાં પસાર થઈ રહ્યા હતા
પ્રાપ્ત વિગતો મુજબ ગોમટા રહેતા અને છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતિય દેવાભાઈ સોમાભાઈ વાસકલ (ઉંમર વર્ષ 45 ) અને તેનો પુત્ર વિપુલ( ઉંમર વર્ષ 23) તેમજ જીગાભાઈ મોતીભાઈ તાદડ (ઉંમર વર્ષ 50) સોમવારે સાંજના 7:00 વાગ્યાના સુમારે ગોમટા નવાગામ રોડ પરથી ત્રિપલ સવારીમાં બાઇકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પુલના ખાડામાં બાઈક ખાબકતાં ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા, બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

યુવકને લોહી-લુહાણ અવસ્થામાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
યુવકને લોહી-લુહાણ અવસ્થામાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

રાજકોટ રિફર કરવામાં ઘણો સમય વીતી ગયો
​​​​​​​જ્યાં સારવાર દરમિયાન દેવાભાઈનું મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પુત્ર વિપુલ અને જીગાભાઈને ગંભીર ઈજા હોય રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા, જ્યાં રસ્તામાં જીગાભાઈએ પણ દમ તોડી દીધો હતો જ્યારે વિપુલની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. અકસ્માતની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ ઘાયલોની મદદે દોડી આવ્યા હતા. આ તકે સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ તેમજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હોય ઘાયલોને રાજકોટ રિફર કરવામાં ઘણો સમય વીતી ગયો હતો. અકસ્માતની ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી.

આ સ્લેબના સેન્ટ્રીંગ માટે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે
આ સ્લેબના સેન્ટ્રીંગ માટે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે

કુવાડવા રોડ પર કારની ઠોકરે યુવકનું મોત, પિતરાઇને ઇજા
સોમવારે રાજકોટ શહેરની ભાગોળે નવાગામમાં રહેતો 18 વર્ષનો યુવક અને તેનો સગીરવયનો પિતરાઇ બપોરે બાઇકમાં આંટો મારવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે કુવાડવા રોડ પર ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઇને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.