તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બેડી ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇકચાલકનું મોત, ઉદયનગરમાં કારખાનામાં આગ ભભૂકી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની ભાગોળે બેડી ચોકડી નજીક ટ્રકે અચાનક કાવો મારી બાઇકચાલકને ઠોકરે લેતા બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. રાજકોટ તાલુકાના બેડી ગામે રહેતો આશિષ હરિભાઇ ગોગરા (ઉ.વ.24) પોતાનું બાઇક ચલાવીને જતો હતો અને બેડી ચોકડી નજીક રેલવેના પૂલ ઉપર પહોંચ્યો હતો ત્યારે આગળ જઇ રહેલા ટ્રકચાલકે અચાનક જ કાવો મારતા પાછળ આવી રહેલો આશિષ ટ્રકની ઠોકરે ચડી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી, પોલીસે મૃતક આશિષના ભાઇ વિજયભાઇ ગોગરાની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જયારે અન્ય બનાવમાં મવડીના ઉદયનગરમાં આવેલા કારખાનામાં આગ ભભૂકી ઊઠી હતી. ઉદયનગર શેરી નં.1માં આવેલા લક્ષ્મી મેન્યુફેક્ચર નામના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. જગદીશભાઇ નામના વ્યક્તિએ જાણ કરતાં ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી. ફાયરબ્રિગેડની કામગીરીને કારણે પ્લાયવૂડનો મોટો જથ્થો બચાવી લેવાયો હતો. આગને કારણે મશીનમાં નુકસાની થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો