તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટના બહુમાળી ચોકમાં રીક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાચાલકને સામાન્ય ઇજા થઈ હતી. જો કે અકસ્માત બાદ રીક્ષાચાલક અને એક્ટિવાચાલક વચ્ચે જાહેરમાં જ મારામારીના લાઈવ દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ ઘટના નજરે જોનાર સ્થાનિકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પ્રદ્યુમનનગર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.
અકસ્માત બાદ મારામારી થઈ હતી
મળતી માહિતી અનુસાર રીક્ષાચાલક બહુમાળી સર્કલથી પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવતો હતો અને એક્ટિવા ચાલક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં તેને ઇજા થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે મારામારી પણ થઈ થઈ હતી. રીક્ષાચાલક અને એક્ટિવાચાલક વચ્ચે મારામારી થતાં રાહદારીઓ પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા.
પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો
એક્ટિવાચાલકે રીક્ષાચાલકને લાફો ઝીંકી દેતા બંને વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતા પ્રદ્યુમનગર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ બનાવનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
અગાઉ રાજકોટ સિવિલમાં દવાના મુદ્દે ત્રણ મહિલા વચ્ચે મારામારી થઇ હતી
બે મહિના પહેલા ગંજીવાડામાં રહેતા ભાનુબેન અને વડાળા ગામેથી જયાબેન ચૌહાણ બુધવારે સવારે સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા અને દવાની બારી પર કતારમાં ઊભા હતા ત્યારે એક મહિલા કતાર તોડીને વચ્ચે ઘૂસી દવાબારી સુધી પહોંચી ગઇ હતી. મહિલાને કતાર તોડતા ઉપરોક્ત બંને મહિલાઓએ જોઇ હતી, પરંતુ તે વખતે કંઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો, મહિલા દવા લઇને બહાર નીકળી તે સાથે જ ભાનુબેન અને જયાબેન તેની પાછળ ગયા હતા અને તે મહિલાને ઓપીડી બિલ્ડિંગ પાસે રોકી મારામારી શરૂ કરી હતી. મહિલાઓ વચ્ચે આઠેક મિનિટ સુધી મારામારી થતાં અફરાતફરી મચી ગઇ હતી. અંતે ટોળે વળેલા લોકોએ ઝઘડી રહેલી મહિલાઓને અલગ કરી મામલો થાળે પાડ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.