તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર ગડુ ગામ નજીક બોલેરો પીકઅપએ બાઈકને ટક્કર મારતા કેશોદના પિતા અશોકભાઈ અને પુત્રનું રોહિતનું મોત નીપજ્ય હતું. જ્યારે આ અકસ્માતમાં દીકરી હીનાનો બચાવ થયો હતો. આજે ભાઈબીજના દિવસે જ બહેનની નજરે સામે ભાઈ અને પિતાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. તેમજ પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પિતા પુત્ર અને પુત્રીને બાઈક પાછળ બેસાડી કેશોદથી ચોરવાડ જતા હતા
કેશોદના અશોકભાઈ માધવજીભાઈ દેવળિયા તેમના પુત્ર રોહિત અને પુત્રી હિનાને બાઈકમાં પાછળ બેસાડી ચોરવાડ તરફ જવા નીકળ્યાં હતા. ત્યારે ગડુ નજીક પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ સાથે અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોએ 108માં જાણ કરતા ગણતરીની મિનિટોમાં જ 108 ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં તાત્કાલિક સારવાર અર્થે ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં રોહિતનું રસ્તામાં અને અશોકભાઈનું ચોરવાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુત્રી હિનાનો અકસ્માતમાં બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં ચોરવાડ પોલીસે વાહનોનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે
22 દિવસ પહેલા ગોંડલના ગુંદાળા રોડ પર 2 બાઈક સામસામે અથડાતા દાદા-પૌત્રનું મોત થયું હતું
22 દિવસ પહેલા ગોંડલ-ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દાદા-પૌત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ગોંડલના રામદ્વાર બંગલા પાસે રહેતા હિતેનભાઈ પ્રવિણભાઈ વીરપરીયા (ઉં.વ.35) અને હંસરાજભાઈ કુરજીભાઈ વીરપરીયા (ઉં.વ.80)ના મોત નીપજ્યાં હતા.જ્યારે આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(મરૂત સોલંકી, ગડુ)
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.