તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીનો વિરોધ:રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કોંગ્રેસે સાયકલ યાત્રા યોજી, ‘હવે તો કંઇક શરમ કરો સરકાર’ના સુત્રોચ્ચાર કરતા પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

રાજકોટ24 દિવસ પહેલા
પોલીસે કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી.
  • સાયકલ પર સરકાર વિરૂદ્ધ લખાણ લખેલા બેનરો રાખવામાં આવ્યા હતા

રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીને લઇને સાયકલ યાત્રા યોજી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સાયકલ યાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસ એક તરફ કોરોનાનો માર, ઉપરથી મોંઘવારીનો ભાર, હવે તો કંઇક શરમ કરો સરકારના સુત્રોચ્ચાર સાથે સાયકલ યાત્રા યોજી હતી. જોકે પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને તમામની અટકાયત કરવામાં આવી હતી.

સાયકલ પર સરકાર વિરોધી બેનરો લગાવ્યા
કોંગ્રેસ યોજેલી સાયકલ યાત્રામાં સાયકલ પર સરકાર વિરોધી લખાણ લખેલા બેનરો રાખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, બહુત હુઈ મહેંગાઈ માર, અબ કહાં સો ગઈ મોદી સરકાર, મોંઘા કર્યા પેટ્રોલ-ડીઝલના દામ ભાજપે આપ્યા પ્રજાને ડામ, મોંઘો ગેસ મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, મોંઘવારીનો માર પ્રજા બેહાલ બેફિકર છે સરકાર. સાયકલ યાત્રામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.

સરકાર વિરોધી લખાણ સાથેના બેનરો સાથે સાયકલ યાત્રા યોજી.
સરકાર વિરોધી લખાણ સાથેના બેનરો સાથે સાયકલ યાત્રા યોજી.

લોકોને જાગૃત કરવા સાયકલ યાત્રાનું આયોજનઃ શહેર કોંગ્રેસ પ્રમુખ
રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, જે રીતે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો દેશમાં થઈ રહ્યો છે. ત્યારે લોકો જાગૃત થાય અને સરકાર સાંભળે તે માટે આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક સાયકલ યાત્રા પુરી કરવામાં આવી છે. હવે પોલીસ અટકાયત કરે છે. પોલીસની હદ ન હોવા છતાં પણ અટકાયત કરી રહી છે.

કોંગ્રેસની સાયકલ યાત્રા.
કોંગ્રેસની સાયકલ યાત્રા.
પોલીસે તમામની અટકાયત કરી.
પોલીસે તમામની અટકાયત કરી.
અન્ય સમાચારો પણ છે...