રાજકોટ ચેમ્બરના સ્નેહ મિલનમાં બોલ્યા CM:અમારે શું જોઈએ એ તમને ખબર છે, તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીના ઘરે પહોંચી સાથે ચા પીધી. - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીના ઘરે પહોંચી સાથે ચા પીધી.
  • 150 ફૂટ રિંગ રોડ પર ગોલ્ડન કલ્યાણ પાર્ટી પ્લોટમાં સ્નેહમિલનમાં હાજરી આપી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સભ્ય પરિવારના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામા આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર ઉપરાંત અન્ય 50 ચેમ્બરના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં સામેલ થવાના છે. ત્યારે સ્નેહમિલનના કાર્યક્રમ પહેલા ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. અહીં અંજલીબેનના હાથની આયુર્વેદિક ચાની વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલે સાથે ચુસ્કી લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, લોકો વરસાદની રાહ જોતા હોય છે અને આજે વરસાદની સારી શરૂઆત થઇ છે. આપણા કાર્યક્રમથી વરસાદની શરૂઆત થઈ તે ગૌરવની વાત છે. ચેમ્બરના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી આવે એ પરંપરા છે અને અમે નિભાવી છે. હવે તમારો વારો છે અમારે શું જોઈએ એ તમને ખબર છે તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો.

ગોલ્ડન કલ્યાણ પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન
વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ અને 67 વર્ષની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું આયોજન સાંજના 6 વાગ્યે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોલ્ડન કલ્યાણ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીના મહેમાન બન્યા.
ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીના મહેમાન બન્યા.

સ્નેહમિલનમાં મુખ્ય મહેમાન તરીકે ભૂપેન્દ્ર પટેલ હાજર
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં આજના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે. જેની સાથે સાથે સાંસદ, મંત્રીઓ, મેયર તથા વિવિધ સંસ્થાના હોદેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...