તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:રૂ.15 કરોડની જમીન પર કબજો જમાવનાર ભૂપત જેલમાં ધકેલાયો, અર્જુનપાર્કના પ્લોટધારકોને ધમકાવી કબજો જમાવી દીધો’તો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુમાફિયાનો સાગરીત રાકેશ પોપટ હજુ પણ પોલીસ પકડથી દૂર

મોરબી રોડ પરના અર્જુનપાર્કની 15 કરોડની જમીન પર ગેરકાયદે કબજો જમાવવાના પ્રકરણમાં ધરપકડ પામેલા ભુમાફિયા ભૂપતના રિમાન્ડ નામંજૂર થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. ભૂપતનો સાગરીત રાકેશ પોપટ હજુ પણ પોલીસ પક્કડથી દૂર રહ્યો છે.કોઠારિયા રોડ પરના ભારતીનગરમાં રહેતા વિનોદભાઇ ઠાકરશીભાઇ પીપળિયાએ ક્રાઇમબ્રાંચમાં ભૂપત વિરમ બાબુતર અને તેના સાથીદાર રાકેશ ધીરજ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી. વિનોદભાઇ પીપળિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ઠાકરશીભાઇ સહિતનાઓએ મોરબી રોડ પર અર્જુનપાર્કમાં જમીનના પ્લોટ ખરીદ કર્યા હતા, ભૂપત અને રાકેશે તે જમીન પર કબજો જમાવી તમામ પ્લોટધારકોને ધમકાવી કાઢી મુક્યા હતા. 15 કરોડની આ જમીન પર ગેરકાયદે ફેન્સિંગ પણ કરી લીધી હતી.

ગુનો નોંધાતા જ પોલીસે ભૂપત બાબુતરની ધરપકડ કરી હતી અને શુક્રવારે તેને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જોકે કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી અને ભુપતને જેલહવાલે કરવામાં આવ્યો હતો. ભુપતનો સાગરીત રાકેશ પોપટ અગાઉના ગુનામાં પણ પોલીસને હાથ આવ્યો નથી, અગાઉના ગુનામાં રાકેશ પોપટનું ધરપકડ વોરંટ પણ પોલીસે મેળવવાની કવાયત કરી હતી. ભૂપત સામે આગામી સમયમાં હજુ વધુ કેટલાક ગુના દાખલ થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો