તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Bhupat Bodar's Victory At The Tramba Seat Of The District In Rajkot, He Said, I Will Submit To The Government That A Film Studio Should Come To My Area Like Mumbai, Before This Bapa Sitaram Also Made A Film

રાજકોટ જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર:રાજકોટમાં જિ.પં.ની ત્રંબા બેઠક પર ભુપત બોદરની જીત, કહ્યું, હું સરકારને રજુઆત કરીશ કે મુંબઈની જેમ મારા વિસ્તારમાં ફિલ્મ સ્ટુડિયો આવે, આ પહેલા બાપા સીતારામ ફિલ્મ પણ બનાવી હતી

રાજકોટ7 મહિનો પહેલા
  • ભાજપના ભૂપત બોદર પાસે 37 લાખનું સોનું, 70 લાખનાં વાહનો સહિત 29 કરોડની મિલકત
  • જિલ્લા પંચાયતની મુખ્ય સમિતિની રચનામાં સ્થાન મળે એવી પૂરી શક્યતા

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ત્રંબા બેઠકના ઉમેદવાર ભૂપત બોદર વિજયી થયા છે. ભૂપત બોદર શહેર અને જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર છે. પોતાની જીતને સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, હું સરકારને રજુઆત કરીશ કે મુંબઈની જેમ મારા વિસ્તારમાં ફિલ્મ સ્ટુડિયો આવે. ઉલ્લેખનીય છે કે ભુપત બોદર રાજકોટ જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર છે. તેઓ પાસે રોકડ રકમ, સોનાના દાગીના, જમીન સહિત કુલ 29 કરોડની સંપત્તિ પોતાના સોગંદનામામાં દર્શાવી છે. ભૂપત બોદરે પોતાના સોગંદનામાંમાં રજૂ કરેલી માહિતી મુજબ, તેઓ પાસે રોકડ 6 લાખ રૂપિયા છે, જ્યારે અલગ અલગ બેંકમાં રકમ સામેલ છે. ભૂપત બોદર પાસે 70 લાખની કિંમતનાં વાહનો છે. તેમણે બાપા સીતારામ ફિલ્મ પણ બનાવી હતી.

જનતાનો ભાજપ સરકાર ઉપરનો વિશ્વાસ અંકબંધ - ભૂપત બોરદ
રાજકોટમાં જિ.પં.ની ત્રંબા બેઠકના ઉમેદવાર ભૂપત બોરદએ પોતાની જીત અંગે જણાવ્યું હતું કે, ત્રંબામાં લોકશાહીના પર્વની ઉજવણી પુરી થઇ ગઇ છે અને જાગૃત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પાયાને વધુ મજબુત બનાવ્યા છે. અને અમારી પસંદગી કરી છે, હવે અમે રાજકોટને વિકાસ તરફ લઈ જશું. નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે. જનતાનો ભાજપ સરકાર ઉપરનો વિશ્વાસ અંકબંધ છે.

જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભૂપત બોદર વિજયી થયા છે.
જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભૂપત બોદર વિજયી થયા છે.

એકપણ ફોજદારી ગુનો દાખલ નથી
ભૂપત બોદર પર હજુ સુધી એકપણ ફોજદારી ગુનો દાખલ થયો નથી. ભૂપત બોદર અને તેમનાં પત્ની પાસે 37 લાખની કિંમતનું 750 ગ્રામ સોનું હોવાનું સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે રાજકોટ, ભરૂચ અને મુંબઇમાં મળી 15 જેટલી ખેતીની જમીન છે. જ્યારે રાજકોટ અને અમદાવાદમાં મળી 14 જેટલી બિનખેતીની જમીન છે, જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 5 જેટલી બેંકો પાસેથી લોન લીધી હોવાનું સોગંદનામાંમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પણ મિલકત.
મુંબઈમાં પણ મિલકત.
અન્ય સમાચારો પણ છે...