તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ભુણાવાના બાળકો હવે ખાનગી શાળા છોડીને સરકારીમાં પ્રવેશ લેશે: સરપંચ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 લોકોની સમિતિ બનાવી, ટ્યૂશન લેવા માટે રાજકોટથી ત્રણ શિક્ષકને બોલાવશે

શિક્ષણ પ્રણાલી દિન-પ્રતિદિન બદલાઈ રહી છે. આ તકે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામ ખાતે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 90 બાળક ખાનગી શાળાના બદલે સરકારી શાળામાં અભ્યાસ કરશે. 800 લોકોની વસ્તી ધરાવતા ગામમાં હવે એક પણ બાળક ખાનગી શાળામાં અભ્યાસ નહીં કરે અને ગામની શાળાને અદ્યતન બનાવાશે. એટલું જ નહિ ગામના સરપંચ દ્વારા બાળકો માટેનું ટાઈમટેબલ પણ બનાવ્યું છે.

સાથોસાથ બપોરના સમયમાં રાજકોટથી ખાનગી શિક્ષકોને ગામડે બોલાવામાં આવશે અને બાળકોને ટ્યૂશન સુવિધા આપવામાં આવશે, જેનો તમામ ખર્ચ સરપંચ દ્વારા બનાવામાં આવેલી 4 લોકોની સમિતિ દ્વારા ઉઠાવાશે. 9 ધોરણ સુધી અભ્યાસ કરેલા ગામના સરપંચે જણાવ્યું હતું કે, તેમના બંને બાળક પણ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, જેને જોઈ ગામના અન્ય બાળકો પણ શાળામાં અભ્યાસ કરવા આવે. હાલની સ્થિતિએ ખાનગી શાળાનો અભ્યાસ અત્યંત ખર્ચાળ બની ગયો છે, ત્યારે સરકાર દ્વારા ઘણી સારી એવી યોજના બહાર પાડેલી છે.

જેનો લાભ લેવામાં આવે તો બાળકોનું ભવિષ્ય વધુ નિખરી શકે. ગામના મહિલા સરપંચે કહ્યું હતું કે, ભુણાવા અને હડમતાળા જીઆડીસી વિસ્તાર હોવાથી સરકાર દ્વારા થોડી મોટી જગ્યા શાળા માટે ફાળવવામાં આવે તો બાજુના 4 થી 5 ગામના બાળકોને શિક્ષણ આપી શકાય. હાલની શાળા 1200 વારમાં બનેલી છે. રમતગમત માટે પણ અનેક સાધનો વિકસાવાશે.

ખાનગીનો ફી વધારો પોસાતો નથી, અને બાળકોને શહેરના રોડ પર મોકલવા જોખમી લાગે છે : વાલી
ભુણાવા ગામના વાલીએ માહિતી આપતા કહ્યું હતું કે, ખાનગી શાળાની ફી ખૂબજ વધુ હોવાથી બાળકોને અભ્યાસ કરાવો પોસાતો નથી, બીજી તરફ તેઓને શહેરમાં અભ્યાસ માટે રોડ પર મોકલવામાં આવે છે, જે હાલના સમયમાં ખૂબજ જોખમી છે. ત્યારે જો ગામડામાં જ સારું શિક્ષણ મળી રહે તો બાળકોને ઘણો ફાયદો પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...