કામગીરી:ભૂમાફિયા જયેશ પટેલની પત્ની, વકીલને ગુજસીટોક કેસમાં નોટિસ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંડણી દેનારના નામ જાહેર કરી દીધા હતા

ગુજસીટોકના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા ભૂમાફિયા જયેશ પટેલની પત્ની ધૃતિ પટેલ અને તેના વકીલ ગિરિરાજસિંહ જાડેજાને કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ખાસ અદાલતે બંનેને કારણદર્શક નોટિસ આપી છે. જામનગરના નામચીન જયેશ પટેલ આણી ટોળકીએ અનેક વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી પડાવી હતી. આ ઉપરાંત જયેશ પટેલ તેમજ તેના 15 સાગરીત સામે જમીન, દુકાન પચાવી પાડવાના પણ અનેક ગુના હોવાથી 2020માં જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો.

દરમિયાન ગુનો નોંધાયા બાદ જયેશ પટેલ નાસતો ફરતો હોવાથી તેના ડરને કારણે વેપારીઓ ખંડણી બાબતે નિવેદન દેવાની હિંમત કરી શકતા ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેથી પોલીસે ખંડણી દેનાર વેપારીઓને ગુપ્તતા રાખવાનો વિશ્વાસ બતાવતા બધાએ જયેશ પટેલ વિરુદ્ધ નિવેદન આપ્યા હતા.

બાદમાં તપાસનીશ અધીકારીએ ગુજસીટોકની અદાલતમાં ઉપરોક્ત વેપારીઓ (શાહેદો)ના નામ કોઇ પણ પ્રકારે જાહેર ન કરવા અરજી કરી હતી. જે અરજીને ખાસ અદાલતે મંજૂર કરી કોઇ પણ શાહેદોની કોઇ વિગતો જાહેર ન કરવા હુકમ કર્યો હતો. તે દરમિયાન ભાગેડુ જયેશ પટેલની પત્ની ધૃતિએ વેપારીઓના નામ ઇડી અને ઇન્કમટેક્સ વિભાગને વિગતો સાથે જણાવી ખાસ અદાલતે કરેલા હુકમની અવગણના કરી હતી. જેથી કોર્ટે બંનેને નોટિસ પાઠવી હાજર રહેવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...