તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયો:ધોરાજીનાં ભૂતવડ સરસ્વતી વિદ્યાપીઠ દ્રારા નર્સિંગ કોલેજમાં પરીક્ષા યોજી કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ

ધોરાજી7 દિવસ પહેલા
  • વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

ધોરાજીનાં ભૂતવડ ગામે આવેલ સરસ્વતી વિદ્યાપીઠ નર્સીંગ કોલેજમાં કોરોનાની ગાઇડ લાઇનનો ઉલાળીયો કરી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાતા ભારે ચકચાર વ્યાપી ગયો છે. હાલ આ પરીક્ષાનો વીડિયો વાઈરલ થતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેથી આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

સંકલનના અભાવે આ ઘટના બની
આ અંગે સંસ્થાના અગ્રણી રણછોડભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સરસ્વતી વિદ્યાપીઠમાં મા નર્સિંગ કોલેજ કાર્યરત છે. નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોરોનાકાળ માં સેવા બજાવી છે. જેમાં અગાઉ થયેલા આયોજન અનુસાર ઈન્ટરનલ ટેસ્ટની તારીખ જાહેર થયેલ હતી. નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલ હાલ બીમાર હોવાથી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ છે. જેથી સંકલનનો અભાવ થયો હોવાથી આ ઘટના બની છે.

તંત્ર વાહકો દ્વારા તપાસનો આદેશ અપાયો
આ અગે ધોરાજી PI હકૂમત સિહ જાડેજાએ જણાવ્યું હતું કે,ભૂતવડ સરસ્વતી વિધાપીઠ નસીગ કોલેજ ખાતે પરીક્ષાના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીમાં કોરોના મહામારીના સમયે ભૂતવડ નસીગ કોલેજ દ્વારા સરકારી કોવીડ ગાઇડલાઇન્સનો ભંગ કરી પરીક્ષાનો વીડિયો વાઈરલ થતા તંત્ર વાહકો દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

(ભરત બગડા,ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...