તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ભોલા, બાલાજી અને શક્તિમાં 80 કિલો વાસી ચટણી - સોસ મળ્યા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાદ શોખીનોને રૂપિયા લઈને છેતરતા અમુક વેપારીઓ
  • મનપાની ફૂડ શાખા ભાવનગર રોડ પર ચટણી બજારમાં ફરી વળી

રાજકોટમાં ફાસ્ટફૂડ ખૂબ જ વેચાય છે અને મોટાભાગના ફાસ્ટફૂડના વેપારીઓ તેમને ત્યાં વપરાતી ખાટી, મીઠી કે તીખી ચટણી તેમજ સોસ અન્ય ઉત્પાદકો પાસેથી ખરીદે છે પોતે બનાવતા નથી. આવા સોસ અને ચટણી કઇ રીતે બને છે તેના પણ ઘણા સમયથી લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

સસ્તી ચટણી અને સોસની એક નાની બજાર ભાવનગર રોડ પર આવેલા મયૂરનગર પાસે છે જ્યાં અલગ અલગ પ્રકારના સોસ મળી રહે છે. આ સ્થળે આવેલા ચાર વેપારીને ત્યાં મનપાની ફૂડ શાખાએ ચેકિંગ કરતા 80 કિલો વાસી ચટણીને સોસ મળતા નાશ કરાયો હતો. શક્તિ ચટણીમાંથી 10 કિલો વાસી મીઠી ચટણી મળી હતી. બાલાજી ચટણીમાંથી વાસી લીલી અને ખજૂરની 10 કિલો ચટણી મળી હતી જ્યારે ભોલા ચટણીમાંથી વાસી ખજૂરની ચટણી 10 કિલો, વાસી મીઠો સોસ 30 કિલો તેમજ 20 કિલો વાસી ચટણી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...