તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભોજાધારના રત્નકલાકારનું અકસ્માતમાં મોત

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચાંપરારજપુર નજીક અકસ્માતમાં ઘવાયેલા ભોજાધારના રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. જેતપુરના ભોજાધારમાં રહેતા જયસુખભાઇ વાઘાભાઇ મકવાણા (ઉ.વ.30) સરદારચોકમાં હીરા ઘસવાનું કામ કરવા ગયા હતા અને કામ પૂરું કરી બાઇકમાં પોતાના ઘરે જવા નીકળ્યા હતા અને ચાંપરાજપુર નજીક અન્ય એક બાઇક સાથે ટક્કર થઇ હતી. અકસ્માતમાં ઘવાયેલા યુવકને જૂનાગઢ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, જયસુખભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. યુવાન પુત્રનાં મોતથી મકવાણા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો