તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ભવાનીનગરના યુવાનનો આર્થિક ભીંસથી આપઘાત

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોટાદ પંથકની પરિણીતાએ ઝેરી દવા પીધી

મહામારીને કારણે અનેક લોકોના કામધંધા ઠપ થઇ જવાને કારણે આર્થિક ભીંસથી જિંદગી ટૂંકાવી રહ્યાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે વધુ એક કિસ્સામાં રામનાથપરા, ભવાનીનગર-7માં રહેતા ઉમેશ મગનભાઇ સારિયા નામના યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો.

પરિવારજનોને જાણ થતા તુરંત નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ઉમેશનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. એ ડિવિઝન પોલીસ તપાસમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા ઉમેશભાઇને વર્તમાન સ્થિતિમાં કામધંધા બંધ થઇ જતા આર્થિક ભીંસ અનુભવતા હતા. જેનાથી કંટાળી પગલું ભરી લીધાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. ઘણા સમય પહેલા ઉમેશની પત્ની બે સંતાનોને તરછોડી જતી રહી છે.

આપઘાતનો અન્ય એક બનાવ બોટાદના તુરખા ગામે બન્યો હતો. શીતલ વિજયભાઇ પરમાર નામની પરિણીતાએ તેના ગામ ઝેરી દવા પી લેતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસની તપાસમાં શીતલનો મોબાઇલ તૂટી ગયો હોય સેન્ટ્રીંગનું કામ કરતા પતિ વિજયને નવો મોબાઇલ લઇ આપવાની વાત કરી હતી. જેથી પતિએ હાલ કામકાજ સરખું ચાલતું ન હોય થોડા દિવસ પછી લઇ આપવાની વાત કરી હતી. પરંતુ નવો મોબાઇલ લેવાની જીદે ચડેલી શીતલે અંતે પતિ સાથે ઝઘડો કરી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. બનાવથી બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...