જનાક્રોશ:રાજકોટમાં ભરઉનાળે સ્ટે. ચેરમેનની મનમાની, પોતાના વોર્ડમાં દૈનિક અને આવાસનાં ક્વાર્ટરમાં એકાતરા પાણી અપાતા રોષ

રાજકોટએક મહિનો પહેલા
સ્થાનિકો હાલાકી ભોગવી રોષ ઠાલવી રહ્યા છે - Divya Bhaskar
સ્થાનિકો હાલાકી ભોગવી રોષ ઠાલવી રહ્યા છે
  • અનેક વિસ્તારોમાં પાણી વિતરણનું સમયપત્રક ખોરવાયું
  • શુક્રવારે વોર્ડ નં.8,10 અને 11માં પાણીકાપ રહેશે

રાજકોટમાં ભરઉનાળે પાણીની મોકાણ શરૂ થઈ છે. જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા તેના વોર્ડમાં દૈનિક પાણીનું વિતરણ થાય છે જયારે વોર્ડ નંબર 11માં આવેલ મુખ્યમંત્રી આવાસમાં એકાતરા અપૂરતું પાણી વિતરણ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો હાલાકી ભોગવી રોષ ઠાલવી રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલની ફાઈલ તસવીર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલની ફાઈલ તસવીર

પાણી વિતરણમાં લાગવાગશાહી
સમગ્ર મામલે સ્થાનિકોનાં કહેવા મુજબ, સ્ટે. ચેરમેનનાં વોર્ડમાં દરરોજ પાણી અપાય છે. જેમાં વિરસાવરકર આવાસમાં રોજ ધરદીઠ 150 લીટર પાણી અપાય છે. જ્યારે નજીકમાં આવેલ પંડિત દીનદયાળ આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં એકાંતરા અને તે પણ અપૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે. જો ખરેખર પાણીની મુશ્કેલી હોય તો તમામ સ્થળે ઓછું પાણી મળવું જોઈએ. પરંતુ અહીં પાણી વિતરણમાં લાગવાગશાહી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ લોકો કરી રહ્યા છે.

વોર્ડ નંબર 11માં આવેલ મુખ્યમંત્રી આવાસમાં એકાતરા અપૂરતું પાણી વિતરણ
વોર્ડ નંબર 11માં આવેલ મુખ્યમંત્રી આવાસમાં એકાતરા અપૂરતું પાણી વિતરણ

કોર્પોરેશનની બેધારી નીતિ
હાલ એકતરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બીજીતરફ પાણી વિતરણમાં કોર્પોરેશનની બેધારી નીતિ જોવા મળી રહી છે. જેમાં સ્ટે. ચેરમેનનાં વોર્ડમાં દરરોજ પાણી વિતરણ કરવમાં આવી રહ્યું છે. જ્યારે આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં એકાંતરા અપૂરતું પાણી અપાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

શુક્રવારે વોર્ડ નં.8,10 અને 11માં પાણીકાપ
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગરમાં ઈ.એસ.આર.ની મેઈન 600 એમ.એમ. ડાયા એમ.એસ.ની સપ્લાય પાઈપલાઈન નાનામવા સર્કલ ફ્લાય ઓવરબ્રિજનાં એલાઇનમેન્‍ટમાં આવતી હોય, જે શિફ્ટ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. જેનું જોડાણ હયાત લાઇન સાથે કરવાનું થતું હોય, શુક્રવારે પુનિતનગર ઈ.એસ.આર. તથા ચંદ્રેશનગર ઇ.એસ.આર. હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નં. 8 (પાર્ટ), 10 (પાર્ટ), 11 (પાર્ટ)નાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

અન્ય સમાચારો પણ છે...