શાસકોનું શાણપણ:ભરચોમાસે પતંગોત્સવ યોજી નાખ્યો, પતંગ ચગી તો નહીં પણ પલળી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહોત્સવમાં સાચા અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી ઉજવણી કરવાના બદલે તંત્રે ટંકટાણા ન હોય તેવા કાર્યક્રમોના આયોજન કરી ફોટો પડાવી કામ ગણાવી રહ્યા છે. - Divya Bhaskar
મહોત્સવમાં સાચા અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી ઉજવણી કરવાના બદલે તંત્રે ટંકટાણા ન હોય તેવા કાર્યક્રમોના આયોજન કરી ફોટો પડાવી કામ ગણાવી રહ્યા છે.
  • પવન વગર, છાંટા ચાલુ, અગાશી પર ગયા વિના પતંગ ચગાવવા પ્રયાસ!
  • ઈજનેરો 30 ફિરકા લઈ આવાસ યોજના પહોંચ્યા, એટલા બાળકો પણ ન મળ્યા

રાજકોટ મહાનગરપાલિકાએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરી છે પણ પહેલો જ દિવસ ફિક્કો રહ્યો હતો કારણ કે કર્મચારીઓ કે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. મનપાના આવાસ શાખાના ઈજનેરો અને કર્મચારીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી લક્ષ્મણ ટાઉનશિપમાં ગયા હતા અને અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવા રહેવાસીઓને જણાવ્યું હતું જોકે બાળકોની પૂરી સંખ્યા પણ થઈ શકી ન હતી.

બીજી તરફ વાદળછાયુ વાતાવરણ અને છાંટા પડતા હોય, પવન ન હોય તેવી સ્થિતિમાં બાળકોને ફોટોસેશન માટે કહેવાયું હતું બાળકો પતંગ ચગાવી શક્યા ન હતા તો અગાશી પર જવાની પણ તસ્દી લેવાઈ ન હતી અને બાદમાં 10 બાળક સાથે ફોટો પડાવી ચોકલેટ આપીને કાર્યક્રમ પૂરો જાહેર કરાયો હતો અને કુલ 30 ફિરકી અને 80 પતંગ આવાસના રહેવાસીઓને આપી દેવાઈ હતી જે હવે સંક્રાંતે કામ આવશે કારણ કે ચોમાસામાં પતંગ ન ચગે તેવી બુદ્ધિ રહેવાસીઓમાં છે.

અન્ય સમાચારો પણ છે...