રાજકોટમાં જે.પી નડ્ડાએ કાર્યકર્તાઓને આપ્યો બોધપાઠ:‘ભારત માતા કી જયના નારાથી મત નહીં મળે, દરેકના ઘરે 20-25 મિનિટ ફાળવો ને તેની સમસ્યા જાણો તો મત મળશે’

રાજકોટ18 દિવસ પહેલા

રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે સતત બીજા દિવસે ઉમેદવાર રમેશ ટીલાળા માટે ચૂંટણી પ્રચાર કરવા ઉતર્યા છે. આજે રમેશ ટીલાળાના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે તેઓએ સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ નેતાઓ અને કાર્યકર્તાઓને શીખ આપતા જણાવ્યું હતું કે, ‘ભારત માતા કી જય’ના નારાથી મત નહીં મળે. તમે દરેકના ઘરે 20-25 મિનિટ ફાળવો અને તેની સમસ્યા જાણો તો મત મળશે.

મોદીએ એઇમ્સની ભેટ આપી એવું લોકોને સમજાવો
જે.પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, રેલી, રોડ-શો, સભા બધુ થશે, આ બધામાં આપણે હાજરી આપવાની છે અને વિકાસના મુદ્દા સાથે. જૂની-નવી વાતો તેમજ ગુજરાત પરિવર્તનની વાતો લોકો સમક્ષ મૂકવાની છે. 1100 કરોડની મેડિકલ સુવિધા આપવી સરળ વાત નથી. ભવિષ્યમાં આની અસર લોકોને સમજાશે. આ ભગવાને આપેલી સીધી સુવિધા નથી, ઘણી મહેનત કરવી પડે છે. મોદીએ રાજકોટને એઇમ્સની ભેટ આપી છે, માટે લોકોને આ ભેટ વિશે કહેવાનું છે.

રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળાના સમર્થનમાં જે.પી. નડ્ડાએ પ્રચાર કર્યો.
રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળાના સમર્થનમાં જે.પી. નડ્ડાએ પ્રચાર કર્યો.

યુથ ભાજપને સ્પોર્ટ્સ પર્સનનું લિસ્ટ બનાવવા કહ્યું
યુથ ભાજપને સૂચન કરતા જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ એસોસિએશન લિસ્ટ નથી તો એક દિવસમાં લિસ્ટ બનાવો. આ બધા સાથે સંપર્ક કરી તેમની સાથે ચાય પે ચર્ચા કરો. યુવા મોરચાની આ જવાબદારી છે. ખેલાડીઓને મળી ભાજપમાં જોડાવવા આહવાન કરો, નારાજ કોણ છે, કોનાથી છે તેનો સંપર્ક કરો અને તેમને સમજાવી નારાજગી દૂર કરો. મહિલા મોરચો સ્ત્રી સખી મંડળનું લિસ્ટ બનાવે અને તેમને મળી તેની સમસ્યા જાણો અને હલ કરવા પ્રયત્ન કરો.

મહિલા મોરચાને સખી મંડળનું લિસ્ટ બનાવવા સૂચન કર્યું.
મહિલા મોરચાને સખી મંડળનું લિસ્ટ બનાવવા સૂચન કર્યું.

1 ડિસેમ્બરે 5 વાગ્યે ઉઠી જશો
જે.પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, NGO અને સામાજિક સંસ્થા સાથે કામ કરો, ધાર્મિક સંગઠન સાથે સંપર્ક કરો. ઉમેદવાર સાથે વાત કરાવો અને દરેક સાથે સંપર્ક કાયમી રાખી સમસ્યા જાણો. રમેશભાઈ દરેક સાથે મળી કામ કરો તેવી હું તમને અપીલ કરું છું. 1 ડિસેમ્બરે 5 વાગ્યાથી ઉઠી તમામ લોકોને મતદાન કરાવવાની શરૂઆત કરાવો. સવારના 10.30 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરજો. કોઈ બાકી રહી જાય તેમને સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરવા અપીલ કરાવો. આ કામ કરશો તો આ એક સારો રેકોર્ડ બનશે. બુથ મેનેજમેન્ટ, બોથ મેનેજમેન્ટ, સમાજનું મેનેજમેન્ટ કરી કામ કરવાનું છે.

પેજ પ્રમુખોને દરેકના ઘરે જવા મુદ્દાઓની ચર્ચા કરવા સૂચન કર્યું.
પેજ પ્રમુખોને દરેકના ઘરે જવા મુદ્દાઓની ચર્ચા કરવા સૂચન કર્યું.

નારાબાજીથી મતદાર કનેક્ટ નહીં થાય
જે.પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટર, વકીલ, લેખક, પદ્મશ્રી લોકો સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયામાં શેર કરો અને આ માધ્યમથી નવા વોટરને આકર્ષિત કરો. નારાબાજીથી મતદાર કનેક્ટ નહીં થાય, એના દિલની વાત જાણશો તો એ દિલથી કનેક્ટ થશે અને મત આપશે.

યુવા મોરચાને સ્પોર્ટ્સ પર્સનનું લિસ્ટ બનાવવા સૂચન કર્યું.
યુવા મોરચાને સ્પોર્ટ્સ પર્સનનું લિસ્ટ બનાવવા સૂચન કર્યું.

12 દિવસ મુદ્દાની જ વાત કરવાની છે
જે.પી. નડ્ડાએ કાર્યકર્તા, પેજ પ્રમુખ અને નેતાઓને વધુમાં જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી સૌની યોજનાથી પહોંચ્યું છે, વીજળી 24 કલાક આપી એ ભાજપ સરકારે આપી છે. મોદીએ શું આપ્યું નહીં પરંતુ શું આપ્યું એ મુદ્દા પર વાત કરો, 12 દિવસ સુધી માત્ર મુદ્દાની વાત કરવાની છે. લોકોના ધરે જઈને પૂછો કે રાજકોટ બદલાયું છે કે નહીં? ઓવરબ્રિજ, પાણી, રસ્તા, સફાઈ સહિતના 10 મુદ્દાની ચર્ચા કરો. પેજ પ્રમુખ દ્વારા દરેક ઘરે પહોંચી અડધો કલાક તેમના ઘરે બેસી તેમની સાથે મુદ્દાની ચર્ચા કરો. ભાજપના વિકાસ મુદ્દાની સમજણ આપો, એમની સમસ્યા એમના પ્રશ્નો સમજો.

અન્ય સમાચારો પણ છે...