મોદીને ગેહલોતનો જવાબ:‘ભારત જોડો યાત્રા કોંગ્રેસની નથી, ભાજપ ગભરાયું છે, મેઘા પાટકરને અમે ન રોકી શકીએ, NGO તરીકે આવ્યા હતા’

રાજકોટ8 દિવસ પહેલા
અશોક ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી હતી.

આવતીકાલે સોમવારે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાનાર છે. આથી કોંગ્રેસના હાઈકમાન્ડથી માંડી સ્થાનિક નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે. આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકોટ આવીને સભાસ્થળની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં નરેન્દ્ર મોદીએ ધોરાજીમાં કોંગ્રેસમાં નેતાના નામ લીધા વગર કટાક્ષ કર્યા હતા તેનો જવાબ આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રામાં એક સમયે પાણીનો વિરોધ કરનાર વ્યક્તિના ખંભે હાથ રાખી કોંગ્રેસ ફરી રહી છે. જો કે તેના જવાબમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા કોંગ્રેસની નથી, ભાજપ ગભરાયું છે. મેઘા પાટકરને અમે રોકી ન શકીએ, NGO તરીકે આવ્યા હતા, મોદીએ મોંઘવારીની વાત કરવી જોઈએ.

કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી છે. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં આવ્યા નથી. વડાપ્રધાન મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયો છે. મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીના મોરલ સપોર્ટમાં આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ, ભાજપના પોતાના જ રાજ્યમાં આ સ્થિતિ છે. રાહુલ ગાંધીની યાત્રા બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં તેમજ લોકો સાથે પ્રેમ વધે તેને લઈને છે.

સભાસ્થળે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી.
સભાસ્થળે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી.

ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, મોદી અને અમિત શાહનું રાજ્ય છે અને ત્યાં પુલ તૂટવાની દુર્ઘટના બને છે. અઠવાડિયે અહીં તેઓએ આવવું પડે છે. લાંબા સમયથી કોંગ્રેસે ગુજરાતની સેવા કરી છે. આ વખતે ચોંકાવનારા પરિણામ સામે આવશે. વડાપ્રધાનને હિમાચલપ્રદેશમાં ચૂંટણી ન લડવા માટે નેતાને ફોન કરવા પડે છે. સરકાર કોંગ્રેસની જ બનશે. રાહુલ ગાંધીની યાત્રા બાદ દેશમાં જે માહોલ બન્યો છે તે ખૂબ સારો છે. ગુજરાતની અંદર 27 વર્ષ બાદ ભાજપે ગૌરવ યાત્રા કાઢી તો નિષ્ફળ ગઈ છે.

કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા.
કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા.

કોંગ્રેસ તેમની રીતે લડી રહી છે
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેમની રીતે લડી રહી છે. ઝેરી દારૂમાં 70 લોકો માર્યા ગયા પણ કોઈ તપાસ જ નહીં. મોરબીમાં 135 લોકોના મોત થયા તેમાં પણ એક્શન લેવામાં આવ્યા નથી. કોંગ્રેસ પ્રેમની રાજનીતિ કરે છે. યાત્રા કોંગ્રેસ નથી ભારતના લોકો માટે છે.

આખી કોંગ્રેસના રાજકોટમાં ધામા
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ફરી પુનરાવર્તન કરવા માટે મેદાને ઉતરી છે. સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા પાટનગર સમા રાજકોટમાં આખી કોંગ્રેસે ધામા નાખ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકોટમાં છે. તેઓ બપોરે 1 વાગ્યે મીડિયાને સંબોધન કરશે. અશોક ગેહલોત સાથે વેણુગોપાલ, પ્રભારી રઘુ શર્મા, કામકિશન ઓઝા, સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા હોય કોંગ્રેસના નેતાઓ રાજકોટ પહોંચી ગયા છે.

કાલે શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.
કાલે શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.

રાહુલ ગાંધીની સભાને લઈ કોંગ્રેસમાં પૂરજોશમાં તૈયારી
21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...